ધરમપુર: આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુર તાલુકાના આંબાટલાટ કેન્દ્ર શાળામાં ગામના આદિવાસી બાળકોના ઉચ્ચસ્તરીય શિક્ષણમાં સુવિધાજનક ભવિષ્યને ધ્યાનમાં રાખીને નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે.

ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી રાહુલ પટેલે Decision Newsને જણાવતાં કહ્યું કે, “આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણની સારી તકો મળે અને તેઓ પોતાના ભવિષ્યને વધુ સારી રીતે ઘડી શકે તે માટે ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે. આ નોટબુક વિતરણ એ તેનું એક નાનું પગલું છે. અમે ભવિષ્યમાં પણ આવી સેવાભાવી પ્રવૃત્તિઓ ચાલુ રાખીશું.”
શાળાના શિક્ષકો અને વાલીઓએ ટ્રસ્ટના આ પ્રયાસની પ્રશંસા કરી છે.

આ પ્રસંગે ઘણાં બાળકો ખુશીથી નોટબુક્સ લઈને ઘરે પરત ફર્યા. આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવાના ક્ષેત્રે સતત કાર્યરત છે. આવા કાર્યક્રમો વિસ્તારના યુવા પેઢીને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here