ધરમપુર: વલસાડ SOG ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધરમપુર તાલુકાના કોસીમપાડા ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, એક વ્યક્તિ પોતાના ઘરની નજીક જ ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડી રહ્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઘટનાસ્થળેથી ગાંજાના 20 લીલા છોડ મળી આવ્યા હતા.

Decision News ને મળેલી જાણકારી મુજબ પોલીસે જપ્ત કરેલા આ ગાંજાની અંદાજિત બજાર કિંમત રૂપિયા 9:50 લાખ આંકવામાં આવી છે. સ્થળ પરથી અન્ય સામગ્રી સાથે એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો, જેની કિંમત 5,000 રૂપિયા છે. આમ, કુલ 9:55 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં અજય કુંવર નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ પોતાના ઘરના પરિસરમાં જ ખૂબ જ ચાલાકીથી આ ગાંજાનું વાવેતર કર્યું હતું, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આખું કૌભાંડ ઝડપાઈ ગયું હતું. હાલ ધરમપુર પોલીસ દ્વારા આરોપીની વધુ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, આ સફળ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે નશાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાને લઇને વલસાડ ASP દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here