તાપી: વર્ષાઋતુની શરૂઆત સાથે કુદરતના અદ્ભુત સૌંદર્ય અને ખેડૂતોની આંખોમાં છલકાતા હર્ષના આંસુઓએ ફરી એક વાર પ્રકૃતિ સાથે માનવીના સંબંધની યાદ અપાવી છે. સામાજિક વિચારકો અને કૃષિ પ્રેમીઓ કહે છે કે “જવાબદારીના જંગલમાં રખડતા રખડતા મોજનો માર્ગ જ ભુલાઈ ગયો છે.”

પ્રકૃતિને સત્ય માનીને તેની સાથે સુમેળમાં જીવવાની વાત કરતાં લોકો કહે છે, “આ કુદરત બધાનું ધ્યાન રાખે છે. ભલા માણસ એની માટે બધા સરખા.” મેઘરાજાના વરસાદથી ખેડૂતોની આંખોમાં હર્ષના આંસુ વહેવા લાગે છે. ખેતરો લીલાછમ બને છે અને ધરતી માતા ફરી એક વાર પોતાના સંતાનોને આશીર્વાદ આપે છે.

પ્રકૃતિ વિરુદ્ધ ગયા એટલે હેરાની
વર્તમાન જીવનશૈલીમાં માનવી પ્રકૃતિની વિરુદ્ધ જતાં વધુને વધુ હેરાન થઈ રહ્યો છે. વિકાસના નામે જંગલોનો વિનાશ, પર્યાવરણ પ્રદૂષણ અને અસંતુલિત જીવનશૈલીને કારણે કુદરતી આપત્તિઓ વધી રહી છે. આ સંદર્ભમાં લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પ્રકૃતિ સાથે સંવાદ સાધીને જીવન જીવવું જોઈએ.

વિશેષજ્ઞોનું માનવું છે કે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, પાણીનું સંરક્ષણ અને પ્રકૃતિની નજીક રહેવું એ જ સાચું સુખ અને સમૃદ્ધિનો માર્ગ છે. પ્રકૃતિ સત્ય છે, તેની વિરુદ્ધ જવાથી હેરાની જ મળે છે. આ સંદેશ સાથે વર્ષાઋતુમાં પ્રકૃતિ પ્રેમીઓ અને આધ્યાત્મિક વર્તુળો દ્વારા જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.

BY: તર્ક ચૌધરી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here