દક્ષિણ ગુજરાત: ભારતની આદિવાસી સમાજમાં રાષ્ટ્રપતિ દ્રુપદી મુર્મુ વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આદિવાસી સમાજના પ્રમુખ અવાજ તરીકે ઓળખાતા ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યો છે કે આદિવાસી સમાજમાંથી આવતાં હોવા છતાં રાષ્ટ્રપતિ દ્રુપદી મુર્મુ પોતાના સમાજના હક અને અધિકારો માટે કેમ અવાજ ઉઠાવતાં નથી ?

લોકો કહી રહ્યા છે કે, “દ્રુપદી મુર્મુ આદિવાસી સમાજમાંથી આવે છે, પરંતુ તેઓ પોતાના આદિવાસી સમાજના લોકોનો અવાજ બનતા લીડરોને ખોટી રીતે ષડયંત્ર કરી જેલની સજા આપી દેવા બાબતે કેમ ચૂપ છે?”  “સમય આવી ગયો છે, આદિવાસી સમાજ જાગી ગયો છે” “જાગો, જોડાઓ અને અધિકારો માટે અવાજ ઉઠાવો!” ચૈતર વસાવા “આદિવાસી સમાજનો સાચો અવાજ” છે. સમાજના હક્કો માટે સતત સંઘર્ષની વાત કરી. આદિવાસી સમાજમાં ભૂમિ અધિકાર, જંગલ અધિકાર, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સાંસ્કૃતિક સંરક્ષણ જેવા મુદ્દાઓને લઈને ચૈતર વસાવા સતત લડત લડતાં રહ્યા છે.

ઘણા આદિવાસી સંગઠનો એવું માને છે કે રાષ્ટ્રપતિ પદે આસીન વ્યક્તિ હોવા છતાં આદિવાસી સમસ્યાઓ પર વધુ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. આ વિવાદે ફરી એક વાર આદિવાસી અધિકારો, રાજકીય પ્રતિનિધિત્વ અને વાસ્તવિક સમસ્યાઓના નિવારણની ચર્ચાને તેજ કરી છે. હાલમાં આદિવાસી વિસ્તારોમાં વિવિધ સંગઠનો દ્વારા આદિવાસી સમાજના અવાજ એવા ચૈતર વસાવાની ન્યાયની માગને લઈએ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ મામલે અધિકારીઓ અને સરકારી પક્ષ તરફથી હજુ કોઈ પ્રતિસાદ આવ્યો નથી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here