દેવમોગરા (સાતપુડા): સાતપુડાની પવિત્ર ગિરિમાળામાં વિરાજમાન પરમ પાવન દેવમોગરા ધામ ખાતે આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી માં યાહમોગીના પાવન ચરણોમાં વંદન કરવા ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલ પહોંચ્યા હતા.

ધારાસભ્ય વિજય પટેલે માતાજીના દર્શન કરીને પ્રાર્થના કરી કે, “યાહા મોગી મા મારા સૌ આદિવાસી સમાજના લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના કરું છું.” ખાસ કરીને પોતાના પરિવાર સમાન આદિવાસી સમાજના ડાંગ ખેડૂતોના ઘરમાં મબલખ ધાન એકઠું થયા અને માં યહા મોગી સૌના દુઃખ દુર કરે એવી મન્નત

આદિવાસી સમાજમાં માં યાહમોગીનું ખૂબ જ મહત્વ છે. દેવમોગરા ધામ આ સમાજનું મુખ્ય તીર્થસ્થાન માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન સ્થાનિક આદિવાસી સમાજના અગ્રણીઓ અને ભક્તોએ પણ ધારાસભ્ય વિજય પટેલનું સ્વાગત કર્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here