ધરમપુર: ધરમપુર પોલીસ સ્ટેશનની ટીમે મળેલી ખાસ બાતમીના આધારે કાર્યવાહી કરતાં ગાંજાના ગેરકાયદેસર વેચાણમાં સામેલ બે આરોપીઓને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. પોલીસે આ કામગીરી દરમિયાન આરોપીઓ પાસેથી 1.002 કિલોગ્રામ ગાંજો, એક મોટરસાયકલ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 74,130/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ પકડાયેલા આરોપીઓની વિગતો: સાગરભાઈ બાબુભાઈ પટેલ (શેરીમાળ ગામ) કનુભાઈ જીવણભાઈ ઉમર (શેરીમાળ ગામ) ધરમપુર પોલીસે બાતમી મેળવતાની સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને આ દરોડો પાડ્યો હતો જેમાં બન્ને આરોપીઓ પકડાઈ ગયા હતા અને શેરીમાળ ગામના ઉપલા ફળિયાના હાર્દિક ઉર્ફે રમતું નવીનભાઈ અટારાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પોલીસે બંને આરોપીઓ સામે ગુન્હો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
તપાસમાં વધુ આરોપીઓ અને ગાંજાના સપ્લાયર્સની ધરપકડની શક્યતા દેખાઈ રહી છે. આ કાર્યવાહીથી ધરમપુર તાલુકાના સ્થાનિક વિસ્તારમાં ગાંજાના અનધિકૃત વેચાણ અને વપરાશ પર અંકુશ લાગવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.











