ડાંગ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા જાહેર થયેલા પરિણામ મુજબ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કુકડનખી ગામે ચાલતી એસ.એસ. માહલા કમ્પ્યુટર સાયન્સ કોલેજમાં ચાલતા કોર્સ બી.વોક. આઈ-ટી સેમેસ્ટર- 6 માર્ચ-એપ્રિલ 2026 માં લેવાયેલી પરીક્ષામાં 100% પરિણામ આવ્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ જેમાં 3 વિદ્યાર્થીઓ કોલેજના ટોપર યુનિવર્સિટી કક્ષાએ સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કર્યું છે. પ્રથમ ક્રમે બાગુલ સેજલ ગોપાલભાઈ (CGPA- 8.8), દ્વિતીય ક્રમે પટેલ પાયલ બલ્લુભાઈ (CGPA:-8.11), તૃતીય ક્રમે ભોયા જાગૃતિ પ્રભુભાઈ (CGPA- 8.00) nu સૌથી વધુ ગુણ મેળવ્યા છે.

એસ.એસ. માહલા કેમ્પસ કુકડનખી ખાતે વિવિધ કોલેજ પૈકી બી.આર.એસ કૉલેજ તેમનું પણ 100% પરિણામ જાહેર થયું છે. હાલમાં GCAS હેલ્પ લાઇન અને પેરા મેડિકલ હેલ્પ સેન્ટર પણ ફાળવવામાં આવ્યું છું. કોલેજના સંચાલકો શ્યામભાઈ માહલા, નિર્મળાબેન ગાયકવાડ અને સ્ટાફગણે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here