ડાંગ (આહવા): ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વિહિરામ્બા ગામની કુકણા સમાજની તેજસ્વી દીકરી ભાવના બાલુભાઈ વાડુએ પોતાની સખત મહેનત અને લગનથી નડીયાદ સ્થિત ‘એન. ડી. દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ’ (N. D. Desai Faculty of Medical Science, Nadiad) ખાતે M.B.B.S. ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવીને સમગ્ર ડાંગ જિલ્લાનું તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે.

દીકરીના આ ઉચ્ચ શિક્ષણના સપનાને પ્રોત્સાહન આપવા અને તેને આર્થિક રીતે ટેકો આપવા માટે સમસ્ત કુકણા સમાજના કુકણા શિક્ષક મિત્રો આગળ આવ્યા છે. શિક્ષક મિત્રો દ્વારા સ્વેચ્છાએ એકત્રિત કરીને અંદાજે 20,000/ જેટલી રકમ પ્રોત્સાહન રૂપે દીકરીને અર્પણ કરવામાં આવી હતી.

સમાજની દીકરી ડોક્ટર બનીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરે તેવા શુભ આશય સાથે શિક્ષકોએ બતાવેલી આ સામાજિક જવાબદારી અને ઉદારતા બદલ સમગ્ર કુકણા સમાજ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા આવા સંવેદનશીલ ગુરુજનોને હૃદયપૂર્વક સલામ અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. શિક્ષકોના આ સરાહનીય પગલાથી સમાજના અન્ય યુવાનોને પણ ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી પ્રેરણા મળશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here