વાંસદા: વાંસદા તાલુકાના માનકુનિયા ગામની પ્રાથમિક શાળા ખાતે ‘ખેલમહાકુંભ 2026’ અંતર્ગત વિવિધ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમ દરમિયાન યોજાયેલી અંડર-17 ખો-ખો (ગર્લ્સ/બોયઝ) સ્પર્ધાની ફાઇનલ મેચ ડૉ. મણિભાઈ દેસાઈ નવચેતન માધ્યમિક શાળા, ચોઢાં અને પ્રતાપ હાઈસ્કૂલ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. આ ક્ષણ-પ્રતિ-ક્ષણ રોમાંચક બનેલી મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કરીને ચોઢાં હાઈસ્કૂલની ટીમે પ્રથમ ક્રમાંક હાસિલ કર્યો હતો. ખેલાડીઓની આ ઉત્કૃષ્ટ સફળતા પાછળ શાળાના રમતગમત કોચ ચેતન ભગરીયાનું યોગ્ય માર્ગદર્શન અને તાલીમ મહત્ત્વપૂર્ણ રહ્યાં હતાં.

સ્પર્ધામાં વિજેતા બનીને પરત ફરેલા તમામ વિજેતા ખેલાડીઓનું ડૉ. મણિભાઈ દેસાઈ નવચેતન માધ્યમિક શાળા ચોઢાં ખાતે આચાર્યશ્રી તથા સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી તમામ ખેલાડીઓને અને કોચને તેમની આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આગામી કક્ષાની સ્પર્ધાઓ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here