વાંસદા: વાંસદા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે, સાંસદ ધવલ પટેલ દ્વારા ઉનાઈ બેઠક ભલે જીતી અનંત પટેલના ગઢમાં ગાબડું પાડ્યું હોય પણ પોતાના ગામની ઝરી બેઠક તેઓ 1000 થી વધુ મતોથી હારી ગયા એ પણ સત્ય જ છે. આ બન્ને નેતાઓ પોતાનું ગામ જ સાચવી શક્યા નથી એવી લોકચર્ચા થઇ રહી છે.
ભાજપના સાંસદ ધવલ પટેલને પોતાના જ ગામ ઝરી તાલુકા પંચાયતમાં 1000 થી વધુ વોટથી હારનો સામનો કરવા પડયો છે. જયારે ઉનાઈ જિલ્લા પંચાયત બેઠક 300 ની અંદર જ અનંત પટેલે ગુમાવી પડી છે, ભાજપે ભારે જહેમત ઉઠાવી સંગઠનશક્તિનું પ્રદર્શન કર્યું હોવા છતાં પરિણામોએ બતાવ્યું કે, મતદારોનો પૂર્ણ વિશ્વાસ હજુ મેળવી શકાર્યો નથી, મોટાભાગના મતદારોએ હજુ પણ અનંત પટેલના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જે કોંગ્રેસના નેતાની જનતામાં લોકપ્રિયતા દર્શાવે છે. કોંગ્રેસ સિંણધઈ મનપુર ચાપલધર તાલુકા પંચાયત 100 મતોના અંદરના સામાન્ય માર્ઝીન થી હાર્યા છે. કોંગ્રેસ પાસે વાંસદામાં હાલમાં 12 તાલુકા પંચાયત બેઠકો છે અને ભાજપ પાસે 16 તાલુકા પંચાયત બેઠકો છે જે સત્તા પક્ષ હોવા છતાં આ પરિણામ કારણે ભાજપના સ્થાનિક સંગઠન પર રાજકીય પ્રશ્નો ઊભા કર્યા છે.
લોકચર્ચા સ્થાનિક સ્તરે વ્યક્તિગત પ્રભાવ અને નેતૃત્વની લોકોમાં અસંમજસ દેખાઈ રહી છે. ભાજપમાં આંતરિક જૂથવાદ અને અસંતોષ હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. જયારે ઘણી બેઠકો પર સ્થાનિક સ્તરે કોંગ્રેસમાં પણ એકતા નથી એ સાબિત થઇ ગયું છે. સ્થાનિક સ્તરે મતદારોને રીઝવવામાં ભાજપમાંથી ધવલ પટેલ અને કોંગ્રેસમાંથી અનંત પટેલની ટીમની નબળાઈઓ ખુલ્લી પડી છે. મોટા નેતાઓના પ્રચારથી જીત શક્ય નથી, પરંતુ સ્થાનિક વિશ્વાસ, કાર્યકર્તાઓની એકતા અને પ્રભાવશાળી નેતૃત્વ જ જીતની ચાવી છે.











