વાપી: ગતરોજ વલસાડ જિલ્લાના વાપી મહાનગર ખાતે ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા આયોજિત “યુવા ટાઉનહોલ– ઉર્જા, ઉમંગ અને ઉદ્દેશ્યનો સંગમ” કાર્યક્રમનું આજે ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુવાઓએ ઉત્સાહ અને રાષ્ટ્રભાવનાથી ભરપૂર વાતાવરણમાં સીધી ચર્ચા અને સંવાદમાં ભાગ લીધો.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી શિલ્પેશભાઈ દેસાઈએ યુવાઓને સંબોધિત કરતાં રાષ્ટ્રનિર્માણમાં યુવાશક્તિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા, સપનાઓને સાકાર કરવાની શક્તિ અને સંકલ્પની વાત કરી. તેમણે યુવાઓને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ. ભાવિન શિરોયા, પ્રદેશ મંત્રી શ્રીમતી નંદની ગઢવી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી ધ્રુવીન પટેલ, પ્રભારી શ્રી અતુલ મોહતા, જિલ્લા પ્રમુખ શ્રી પ્રભાકર યાદવ, મહામંત્રી કેવિન પટેલ, મયંક પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન યુવાઓએ “રાષ્ટ્ર પ્રથમ”ની વિચારધારા, સેવા અને સમર્પણના માર્ગ તથા વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સક્રિય ભાગીદારીનો સંકલ્પ વ્યક્ત કર્યો. વક્તાઓએ ડબલ એન્જિન સરકાર દ્વારા યુવાઓ માટે ચાલી રહેલી વિવિધ યોજનાઓ–શિક્ષણ, સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારીના નવા અવસરોની માહિતી આપી.

આ યુવા ટાઉનહોલને યુવાઓ માટે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ દિશા, પ્રેરણા અને સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત ગણવામાં આવ્યો છે. કાર્યક્રમના અંતે યુવાઓમાં દેશસેવા અને સંગઠનને મજબૂત કરવાનો જુસ્સો અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. ભારતીય જનતા યુવા મોર્ચાએ આવા વધુ કાર્યક્રમો યોજીને યુવાશક્તિને વિકાસ અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here