વલસાડ: ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની 136 મી જન્મજયંતિ નિમિતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા લસણપોર અને તીઘરા ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજયના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય સંયોજક અશોકભાઈ ચૌધરી અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
લસણપોર ખાતે જયદીપ પટેલ અને તેની ટીમ દ્વારા રક્તદાન સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવેલ હતી. ધરમપુરના આંતરિયાળ મુર્દળ ગામના અનાથ બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે એક હૃદયસ્પર્શી ઘટનાનું વર્ણન કરતા જણાવેલ કે અમો આ અનાથ બાળકો આનંદ માણી શકે એ માટે ખાનાખજાના સ્ટોલ પર જમવા લઈ ગયા તો સ્ટોલ ધારકોએ બાળકો વિશે જાણ્યું તો મોટી સંખ્યામાં જમી રહેલ તમામ બાળકોના ભોજન મફત કર્યું હતું. આ દિલદારીથી અમે પણ અભિભુત થયા હતા.
બીજીબાજુ તીઘરા ગામમાં સામાજિક આગેવાન મુકેશ પટેલ,છના પટેલ,જનક પટેલ,સંદીપ પટેલ,સવિતા પટેલ,શૈલેષ પટેલ, દીપેશ પટેલ, રાકેશ પટેલ ઘેજ, હિરેન પીઠા, ડો.હિમાંશુ પટેલ વગેરેએ મળીને સુંદર કાર્યક્રમનું આયોજન કરી બાબાસાહેબ આંબેડકરના મહાન કાર્યોને તીઘરા ગામની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદની સમક્ષ ઉજાગર કર્યા હતા.











