ગુજરાત: દિવ્યભાસ્કર આશારામ પર સિરીઝ ચલાવે છે. 15 એપ્રિલ 2026ના રોજ એપિસોડ નંબ-37નું શીર્ષક આવું છે: “સંભોગ નથી થયો એટલે બળાત્કાર થયો ન કહેવાય; રાજીવ-ઇન્દિરા ગાંધીના વકીલે આસારામને બચાવવા વાહિયાત દલીલ કરી; 30 કરોડની ઑફર થઈ; કોર્ટરૂમમાં તડાફડી.”
થોડા મુદ્દાઓ:
[1] શું દિવ્યભાસ્કરના પત્રકારો ગૌમૂત્ર પી ગયા હશે ? “રાજીવ-ઇન્દિરા ગાંધીના વકીલે આસારામને બચાવવા વાહિયાત દલીલ કરી” આવું ક્યા આધારે લખ્યું હશે?
[2] શું રામ રામ જેઠમલાણી ઈન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીના વકીલ હતા ? ના, આ ઊપજાવી કાઢેલી વાત છે. તેઓ તેમના વિરોધી હતા. 1975-77ની ઇમર્જન્સી વખતે તેઓ ઈન્દિરા ગાંધીના કડક વિરોધી હતા, બાર અસોસિએશનના ચેરમેન તરીકે કામ કરતા હતા અને કેનેડા ભાગી ગયા હતા. તેમણે ઈન્દિરા ગાંધીના હત્યારાઓ (સતવંત સિંહ અને કેહર સિંહ)ના વકીલ તરીકે કેસ લડ્યો હતો અને રાજીવ ગાંધી હત્યા કેસમાં પણ કેટલાક આરોપીઓ (જેમ કે એ.જી. પેરારિવલન વગેરે)ના વકીલ તરીકે કામ કર્યું હતું.
[3] રામ જેઠમલાણી બાજપાઈ સરકારમાં કાયદા મંત્રી હતા. 16 મે 1996થી 1 જૂન 1996 (13 દિવસની વાજપેયી સરકાર) તથા જૂન 1999થી 23 જુલાઈ 2000 સુધી. પછી તેમણે મુખ્ય ન્યાયાધીશ અને એટર્ની જનરલ સાથે મતભેદને કારણે રાજીનામું આપી દીધું હતું. તે પહેલાં તેઓ જનતા પાર્ટી (1977) અને જનતા દળ (1989-93) સાથે જોડાયેલા હતા.
[4] રામ જેઠમલાણી 1980માં ભાજપમાં જોડાયા (1980-1985 સુધી) હતા. 1984ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી કરી હતી પરંતુ હાર્યા હતા. ફરી 2010માં ભાજપમાં જોડાયા અને રાજસ્થાનથી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાયા; 2010-2016 સુધી.
[5] 2013માં તેમને ભાજપમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા હતા (પાર્ટી વિરુદ્ધ નિવેદનોને કારણે).
[6] આશારામને 2013માં સગીર બાળા પર બળાત્કારના કેસમાં જોધપુર પોલીસે એરેસ્ટ કરેલ; ત્યારબાદ જેઠમલાણી તેમના ડિફેન્સ ટીમમાં સામેલ થયા હતા.
‘રાજીવ-ઇન્દિરા ગાંધીના વકીલે આસારામને બચાવવા વાહિયાત દલીલ કરી’ આવું ‘દિવ્યજ્ઞાન’ દિવ્યભાસ્કરને કઈ રીતે પ્રાપ્ત થયું હશે ?
BY: રમેશ સવાણી [15 એપ્રિલ 2026]











