ગાંધીનગર: સમાજનો વિકાસ ત્યારે જ સાચા અર્થમાં સફળ ગણાય જ્યારે તેનો લાભ જંગલ અને ડુંગરાળ વિસ્તારના અંતિમ છેવાડે વસતા પરિવારો સુધી પહોંચે. આ જ વિઝન સાથે ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી માનનીય નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓનો વ્યાપ વધારવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મંત્રીશ્રીનો મુખ્ય અભિગમ માત્ર સરકારી યોજનાઓ જાહેર કરવાનો નથી, પરંતુ તેનો વાસ્તવિક લાભ ખરેખર જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, યુવાનોને રોજગારની નવી તકો, મહિલાઓને આર્થિક સશક્તિકરણ અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીને સમગ્ર સમાજને આત્મનિર્ભર કરવાનો તેમનો સંકલ્પ છે.

આદિવાસી સમાજના પ્રદાનને બિરદાવતાં માનનીય મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું છે કે ‘આદિવાસી સમાજ માત્ર આપણા દેશની ઓળખ નથી પરંતુ ભારતની સંસ્કૃતિ પ્રકૃતિ અને પરંપરાનો અમુલ્ય વારસો ચ્ચે તેમણે સદીઓથી પ્રકૃતિનું જતન કર્યું છે  જે વિકાસમાં સમાજનો સૌથી છેલ્લો વ્યક્તિ પણ ગૌરવ અને સ્વભિમાન સાથે આગળ વધે એ જ સાચો વિકાસ છે અને આ સમાજના સશક્તિકરણ થી જ સમૃદ્ધ  તથા સમાનાતાપૂર્ણ ગુજરાતનું નિર્માણ શક્ય બનશે

હવે સમય પાકી ગયો છે કે વિકાસની મુખ્યધારામાં આદિવાસી સમાજની ભાગીદારી વધુ મજબૂત બને. સરકારના કલ્યાણકારી પ્રયાસો અને લોકભાગીદારીના સુમેળથી શિક્ષિત, આત્મનિર્ભર, સમૃદ્ધ અને ગૌરવશાળી આદિવાસી સમાજના નિર્માણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધતાથી આગળ વધી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here