ગણદેવી: હથિયારીની આપ લે થનાર હોવાની SMC ટિમેને માહિતી મળતા જ બીલીમોરા મીની સોમનાથ મંદિરે સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમ અને બિરનોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે જેમાં બે માંથી એક આરોપીને પગમાં ગોળી વાગતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. .

DECISION NEWS ને મળતી માહિતી મુજબ SMCને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના અને હાલ નવસારીના બીલીમોરામાં રહેતા બિશ્નોઇ ગેંગના મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવત નામના બે શખસને હરિયાણાનો યશ સિંગ અને મધ્યપ્રદેશનો રિષભ અશોક શર્મા હથિયાર આપવા આવ્યા છે અને એ અનુકૂળ હોટલમાં રોકાયા છે, જેથી બાતમીના આધારે SMCની ટીમે દરોડો પાડયો પણ રાજસ્થાનના બે આરોપી મળ્યા, બીજા બે મિની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાની ખબર મળી બાદમાં SMC ટીમ મંદિરે પહોંચી હતી,ત્યારે  મંદિરમાં પોલીસને જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે આરોપી શાર્પશૂટર યશ સિંગે પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો, જેથી સ્વ બચાવમાં SMCના પોલીસ ઈન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાએ પણ સામે ફાયરિંગ કર્યું હતું.

પોલીસ અને ગેંગ વચ્ચે બે રાઉન્ડ ફાયરિંગ થતાં આરોપી યશના પગમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો જેને પોલીસ દ્વારા સારવાર અર્થે સરકારી મેંગોશી હોસ્પિટલમાં ખસેડયો અને બાકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતી કારતૂસ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here