વાંસદા: ભારતીય બનાવટની વિદેશી 2,54,400 લાખનો દારુ સાથે DN-09-E-0864 નંબરની 3,00,000 લાખની વાદળી કલરની સ્વીફટ કાર બે મોબાઈલ એમ કુલ્લે મળીને 5,59,900 લાખનો મુદૃામાલ સાથે આરોપીને પકડી પાડવામાં વાંસદા પોલીસની ટીમ સફળતા મળી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ પોલીસ ઇન્સપેકટર શ્રી એન.એમ.આહીર નાઓએ તાબાના માણસો સાથે વાંસદા પોસ્ટે વિસ્તારમા અલગ અલગ ટીમો બનાવી ખાનગી વાહનોમા પેટ્રોલીંગમા નીકળેલા તે વખતે તેમને તેમના અંગત બાતમીદારો મારફતે બાતમી મળેલ કે મોળાઆંબા ગામ તરફથી એક વાદળી કલરની સ્વીફટ કાર જેનો 2G નંબર DN-09-E-0864 નો હોય અને જેમા ભારતીય બનાવટનો પ્રોહી મુદ્દામાલ ભરી નવતાડ ગામ તરફ આવનાર હોય જે બાતમી આધારે ધાકમાળ ગામથી નવતાડગામે નિશાળ ફળીયા જતા રોડ ખાતે નાકાબંધી કરી વાદળી કલરની સ્વીફટ કારને રોકતા તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કીના કુલ 26 પૂઠાના બોક્ષમા દારૂની બોટલો નંગ- 1179 કિ.રૂ.2,54,400/- નો પ્રોહી જથ્થો તથા સ્વીફટ કાર ની કિ.રૂ.3,00,000/- તથા મોબાઇલ નંગ- 2 જેની કિ.રૂ.5,500/- મળી કુલ્લે કિ.રૂ.5,59,900/- ના મુદૃામાલ સાથે વાંસદા તાલુકાના નવતાડ ગામના કારના ચાલક આરોપી નં (૧) અજયભાઇ રંગજુભાઇ ગાવીત અને દારૂ ભરી આપનાર મોળાઆંબા ગામના ગણેશભાઇ પરશુભાઇ માહલા, દારૂ મંગાવનાર વઘઈના વિશાલભાઇ શીવાભાઇ ચૌધરી વોંટેડ જાહેર કરેલ છે.
આ તમામ આરોપી વિરુધ્ધ વાંસદા પો.સ્ટે. પાર્ટ સી નંબર-11822003251335/2025 પ્રોહી એક્ટ કલમ-65 AE, 81, 98(2),116 (2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, અને આગળની તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એન.એમ.આહીર કરી રહેલ છે.
કામગીરી કરનાર વાંસદા પોલીસ ટીમ:-
(૧) એન.એમ.આહિર પોલીસ ઈન્સ્પેક્ટર
(૨) એમ.ડી.ગામીત પોલીસ ઇન્સપેક્ટર
(૩) એ.એસ.આઈ.અનિલભાઇ લક્ષ્મણભાઇ
(૪) અ.હે.કો.મેહુલભાઈ દીલીપભાઈ
(૫) અ.હે.કો.રણજીતભાઇ ધનાભાઇ
(૬) અ.પો.કો.નરસિંહા શંકરસિંગ
(૭) અ.પો.કો.સંદીપભાઇ રમેશભાઇ











