વાંસદા: ખેલ મહાકુંભ 2025ના તાલુકા કક્ષાના સ્તરે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં વાંસદા તાલુકાના કુરેલિયા ગામે રમતગમતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વાંસદા બજરંગ કબડ્ડી ટીમ અને વાંસદા કોલેજની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જેમાં બજરંગ ટીમે અદ્ભુત પ્રદર્શન કરીને કોલેજ ટીમને હરાવીને વિજય મેળવ્યો. આ જીતથી યુવાનોમાં ખુશીનો વાતાવરણ વ્યાપી ગયો છે
ખેલ મહાકુંભ રાજ્યભરમાં યોજાઈ રહ્યો છે તેમાં વાંસદા તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિવિધ રમતોમાં કબડ્ડી જેવી પરંપરાગત રમતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે યુવાનોમાં શારીરિક ફિટનેસ અને ટીમ વર્કને પ્રોત્સાહન આપે છે. કુરેલિયા ગામે યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ ગામો અને સંસ્થાઓની ટીમો ભાગ લઈ હતી, પરંતુ વાંસદા બજરંગ કબડ્ડી ટીમના ખેલાડીઓએ તેમની ઝડપ, તાકાત અને વ્યૂહાત્મક રમતથી બધાને પાછળ છોડી દીધા. ફાઇનલ મેચમાં વાંસદા બજરંગ ટીમે વાંસદા કોલેજની ટીમને હરાવીને ટાઇટલ જીત્યું. બજરંગ ટીમના કેપ્ટન અને મુખ્ય ખેલાડીઓએ રેડ અને ટેકલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિક ખેલ અધિકારીઓ અને તાલુકા વહીવટી અધિકારીઓએ આ વિજયની પ્રશંસા કરતા કહ્યું કે “ખેલ મહાકુંભના આયોજનથી ગ્રામીણ વિસ્તારોમાં રમતગમતનું મહત્વ વધી રહ્યું છે. વાંસદા બજરંગ ટીમનું આ પ્રદર્શન એક ઉદાહરણ છે કે સ્થાનિક પ્રતિભાઓને મહેનત અને તાલીમથી રાષ્ટ્રીય સ્તરે પહોંચાડી શકાય છે.” વધુમાં, કુરેલિયા ગામના ગ્રામજનોએ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આપેલા યોગદાન માટે પ્રશંસા કરી છે, જેમાં ગામના યુવાનો અને મહિલાઓની ભાગીદારી પણ નોંધપાત્ર રહી. આ વિજયથી વાંસદા તાલુકાના યુવાઓમાં નવી ઉર્જા જાગી છે. ટીમના સભ્યો કહે છે કે તેઓ આગામી સ્પર્ધાઓમાં વધુ મહેનત કરીને જિલ્લા અને રાજ્ય સ્તરે પણ તિરંગો લહેરાવશે.











