વાંસદા: નેશનલ હાઈવે 56 પર વાંસદાના રાણીફળિયા સારિયા ફળિયા મહેશ પટેલની ઘરની બાજુમાં વાંસદા-ધરમપુર બે યુવાનો બાઇક લઇને હનુમાનબારીથી ઘોડમાળ ગામમાં જઈ રહ્યાં હતા તે સમયે ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક વૃક્ષ સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચી અને સારવાર મળે તે પહેલા જ મોત નિપજયાની ઘટના બની હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ નેશનલ હાઈવે 56 પર વાંસદાના રાણીફળિયા સારિયા ફળિયા મહેશ પટેલની ઘરની બાજુમાં એક દિવસ પહેલાં સાંજે 6.30 કલાકે ઘોડમાળના કાસટપાડા ફળિયામાં રેહતા હિમેશ જીતેશભાઈ ચવધરી પોતાની GJ-21-DFડ-4133 KTM નંબરની બાઈક પર વિનય સુમનભાઈ ચવધરી સાથે વાંસદાના હનુમાનબારી ગામેથી મિત્રને મળીને ઘોડમાળ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક રોડ નીચે વૃક્ષ સાથે અથડાતાં ચાલક હિમેશને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેની સારવાર માટે 108 ને ફોન કર્યો પણ 108ના કર્મચારીએ હિમેશને મૃત જાહેર કર્યો હતો.
બાઈક પાછળ બેઠેલા વિનયને મૃતક હિમેશના પિતાને ફોન કરી અકસ્માત અંગે જાણ કરી હતી. વાંસદા પોલીસ મથકે વિનય ચવધરીએ ફરિયાદ આપતા પોલીસે મૃતક હિમેશ વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી આગની કાર્યવાહી હાથ ધરી છે.











