દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ કાયદાના વિરોધ પ્રદર્શન વચ્ચે પંજાબ પોલીસના સીનિયર અધિકારીએ રાજીનામું આપ્યુ છે. પંજાબના ડીઆઇજી (જેલ) લખવિંદર સિંહ જાખડે ખેડૂતોના મુદ્દે સમર્થનની વાત કરતા રાજ્યના મુખ્ય સચિવ (ગૃહ)ને પોતાનું રાજીનામું સોપી દીધુ છે.
જાખડે મુખ્ય સચિવને પત્ર લખતા સેવામાંથી Premature રિટાયરમેન્ટ લેવાની વાત કહી હતી, તેમણે કહ્યુ, હું તમને જણાવવા માંગુ છું કે હું કૃષિ કાયદા વિરૂદ્ધ શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહેલા પોતાના ખેડૂત ભાઇઓ સાથે છું, માટે હું રાજીનામું આપી રહ્યો છું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને થોડા સમય પહેલા જ ભ્રષ્ટાચારના એક મામલામાં સસ્પેન્ડ કરાયા છે. મળતી માહિતી અનુસાર સરકાર તરફથી હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યુ નથી.
મહત્વપૂર્ણ છે કે પંજાબમાં ખેડૂતોના પ્રદર્શનને લોકોનું સમર્થન મળી રહ્યુ છે. સ્પોર્ટ્સ જગતથી લઇને સાહિત્ય અને રાજકારણના દિગ્ગજ પણ ખુલીને ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. હોકી ટીમના પૂર્વ કેપ્ટન પરગટ સિંહ સહિત બે ડઝનથી વધુ ખેલાડી પોતાનું સમ્માન પરત કરી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.