ભારતમાં એશો-આરામની જિંદગી વિતાવનાર અને અરબો રૂપિયાના માલ્યાને લંડનમાં હજાર અને લાખ રૂપિયાનો હિસાબ રાખવો પડી રહ્યો છે. વિજય માલ્યાની હાલત એવી થઈ ગઈ છે કે તેની પાસે પોતાના વકીલને ફી આપવા માટે પણ રૂપિયા નથી. તેના અંગત ખર્ચ પર તો પૂરી રીતે બ્રેક લાગી ગઈ છે. ભારતની તપાસ એજન્સીઓની કડકાઈનો સામનો કરી રહેલા વિજય માલ્યાએ લંડનની હાઈકોર્ટને કહ્યુ છે કે તેમની ફ્રાંસની પ્રૉપર્ટી વેચવાથી જે રૂપિયા મળ્યા છે તેમાંથી તેમને 14 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવે.

પરિસ્થિતિ એવી છે કે લંડનમાં વિજય માલ્યાનો કેસ લડી રહેલા બેરિસ્ટરે કહી દીધુ છે કે જો તેમને જલ્દી તેમની ફી ના મળી તો તેઓ આગામી સુનાવણીથી કેસ લડવાનું બંધ કરી દેશે. અત્યારે લંડનની કોર્ટે વિજય માલ્યાની સંપત્તિઓને પોતાની નજરમાં રાખ્યા છે. માલ્યા આ સંપત્તિઓને વેચી શકતા નથી, ના આની પર લોન લઈ શકે છે.

વિજય માલ્યાની હાલત જોતા લંડનની કોર્ટે દયા દાખવી છે. કોર્ટે વિજય માલ્યાના કોર્ટની ફી ભરવા માટે 39 લાખ રૂપિયા રિલીઝ કરવા તૈયાર થઈ ગયા છે પરંતુ કોર્ટે તેમના અંગત ખર્ચ માટે એક પણ રૂપિયો જારી કર્યો નથી. હવે આ કેસની સુનાવણી આગામી શુક્રવારે થશે.

વિજય માલ્યાના વિરૂદ્ધ ના માત્ર લંડનમાં પરંતુ ભારતમાં પણ કેટલાય કેસ ચાલી રહ્યા છે. આ કેસમાં તેમને ઘણી રકમ ખર્ચ કરવી પડે છે. ભારતની સરકારી બેન્કોએ 64 વર્ષના વિજય માલ્યાને હજારો કરોડો રૂપિયા આપ્યા છે. વિજય માલ્યા ભારતથી ફરાર થઈને લંડનની શરણે છે. ભારતની એજન્સીઓ વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે લાંબી કાનૂની લડત લડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.