નવી દિલ્હી: ઊંઘ કેટલાય લોકોની ખરાબ હોય છે. જ્યારે ઊંઘ આવે છે ત્યારે વ્યક્તિ બધુ કામ-કાજ છોડીને ઊંઘવા લાગે છે. કોઇ પણ વ્યક્તિ ત્યાં સુધી ઊંઘવા ઇચ્છે છે જ્યાં સુધી તેમની ઊંઘ પૂરી થઇ ન જાય. દરેક વ્યક્તિનો સૂઇ જવાનો ટાઇમ અલગ-અલગ હોય છે. કોઇ 2-4 કલાક સૂઇ જાય છે તો કેટલાક લોકો સાત-આઠ કલાકની ભરપૂર ઊંઘ લે છે. પરંતુ શું તમે એવી કલ્પના કરી શકો છો કે લોકો ચાલતાં-ચાલતાં રસ્તા પર જ સૂઇ જાય.

કઝાકિસ્તાનમાં(Kazakhstan) એક એવું ગામ છે જ્યાં લોકો ચાલતાં ચાલતાં રસ્તા પર જ સૂઇ જાય છે. આટલુ જ નહીં આ લોકો ઊંઘ્યા પછી પણ ઘણા સમય સુધી ઊંઘમાં જ રહે છે. આ ગામનું નામ કલાચી છે. કલાચી ગામમાં લોકો ખૂબ જ વધારે સૂતાં રહે છે. આ ગામનાં લોકો ઊંઘવાની રહસ્યમયી બીમારીથી ગ્રસ્ત છે. આ લોકો એકવાર ઊંઘ્યા બાદ મહીનાઓ સુધી ઊંઘ્યા કરે છે. કેટલાય દિવસો સુધી સૂઇ રહેવાનો પ્રથમ કેસ વર્ષ 2010માં જાણવા મળ્યો હતો. જ્યારે તે ગામના કેટલાક બાળકો અચાનકથી શાળામાં પડી ગયા અને ત્યાંજ ઊંઘવા લાગ્યા હતા. ત્યાર બાદ ગામમાં એક પછી એક આ અદ્દભુત બીમારીના શિકાર થનાર લોકો વિશે જાણવા મળ્યું.

આ ગામમાં ઊંઘવાની બીમારી પર વૈજ્ઞાનિક સતત રિસર્ચ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ બીમારી વિશે વૈજ્ઞાનિકોને કોઇ પણ જાણકારી મળી શકી નથી. કેટલાય ડૉક્ટર અને વૈજ્ઞાનિક આ બીમારી વિશે જાણવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પણ આ વાતથી ચોંકી ગયા છે કે અહીંના લોકો આટલા બધા દિવસો સુધી કેવી રીતે ઊંઘી શકે છે. આ ગામને હવે ‘સ્લીપી હોલો’ કહેવામાં આવે છે.

આ બીમારી ધરાવતા લોકોના ગામની વસતી લગભગ 600 લોકોની છે. હાલ ગામના 14 ટકાથી વધારે લોકો આ રહસ્યમયી બીમારીથી પરેશાન છે. સૌથી વધારે આશ્ચર્યની વાત એ છે કે જેમને આ બીમારી છે તેમને તે ખબર પણ પડતી નથી કે તેઓ સૂઇ ગયા છે. આ ગામના લોકો રસ્તા, ઝાડીઓ ક્યાંય પણ ઊંઘતા ઝડપાઇ જાય છે. માર્કેટ, સ્કૂલ અથવા રસ્તા પર પણ લોકો ચાલતા-ચાલતા સૂઇ જાય છે. ત્યારબાદ તેઓ કેટલાય દિવસ સુધી ઊંઘતા રહે છે. ઉલ્લેખનીય છે કે આ ગામની પાસે ક્યારેક યૂરેનિયમની ખાણ હતી. ખાણમાં ઝેરી રેડિયેશન પણ થતું.. માનવામાં આવી રહ્યુ છે કે શક્ય છે કે આ ખાણના કારણે લોકોને આ પ્રકારની અજીબો-ગરીબ બીમારી થઇ રહી છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે હાલ રેડિયેશનનું કોઇ ખાસ પ્રમાણ આ ગામમાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.