ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1514 કેસ નોંધાયા છે. જેની સામે 1535 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 15 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4064 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 2,17,333 નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ 14,742 છે. આજે રાજ્યમાં કુલ 69,668 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.35 ટકા છે.
ગુજરાતમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 296, અમદાવાદ જિલ્લામાં 36, સુરત શહેરમાં 202, સુરત જિલ્લામાં 39, વડોદરા શહેરમાં 137, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 101, રાજકોટ જિલ્લામાં 44, ગાંધીનગર શહેરમાં 28, ગાંધીનગર જિલ્લામાં 30, મહેસાણામાં 73, સાબરકાંઠામાં 43, બનાસકાંઠા-પાટણમાં 37-37 સહિત કુલ 1514 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 15 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 9, રાજકોટમાં 3, સુરતમાં 2 જ્યારે અરવલ્લીમાં 1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં 319, અમદાવાદ જિલ્લામાં 25, સુરત શહેરમાં 221, સુરત જિલ્લામાં 48, વડોદરા શહેરમાં 162, વડોદરા જિલ્લામાં 59 , રાજકોટ શહેરમાં 67, રાજકોટ જિલ્લામાં 51, મહેસાણામાં 53, બનાસકાંઠામાં 47, અમરેલીમાં 50, ગાંધીનગર શહેરમાં 31, ગાંધીનગર જિલ્લામાં 34 સહિત કુલ 1535 દર્દીઓએ કોરોના વાયરસને મહાત આપી છે.
રાજ્યમાં અત્યારે કુલ 14,742 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 90 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14,652 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,98, 527 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.