પ્રતીકાત્માક ફોટોગ્રાફ્સ

ગુજરાતના નર્મદા જિલ્લામાં કરોડોના સરકારી ખર્ચ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છતાં કુપોષણ વધી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટિકમાં આવતો હોવા છતાં આરોગ્ય સેવા કથળી રહી છે. સરકાર દ્વારા પૂરતું ધ્યાન અપાય અને પોષણક્ષમ આહાર અપાય જેના પર સતત મોનિટરીંગ થાય એ જરૂરી બન્યું છે.

ગુજરાતમાં બે જિલ્લા નિતી આયોગ હેઠળ એસ્પિરેશનલ ડિસ્ટિક જાહેર કરાયા છે. જેથી જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ અને કુપોષણ પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. જેના માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે પરંતુ પરિણામ જીરો મળતા એક ચિંતાનો વિષય બન્યો છે. એટલું જ નહીં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક નર્મદાના કેવડિયામાં બનાવવામાં આવ્યો, જેમાં “સહી પોષણ દેશ રોશન”ની થીમ પર પાંચ ભાગોમાં વહેંચવામાં આવ્યું છે.

બાળકોને ન્યૂટ્રિશિયન કેવીરીતે મળે અને કેટલું જરૂરી છે તમામ બાબતો બતાવવામાં આવી છે. સાથે ગેમ ઝોન પણ બનાવ્યું છે. એટલે બાળક ન્યૂટ્રિશિયન ફૂડ ખાતો થાય આટલા સરકારના પ્રયાસો છતાં કેમ આ કુપોષણ દૂર થતું નથી. જેનું જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દ્વારા પૂરતું ધ્યાન અપાય અને પોષણક્ષમ આહાર અપાય જેના પર સતત મોનિટરીંગ થાય એ જરૂરી બન્યું છે કેમકે નીચેના વર્ગમાં એટલી ગંભીરતા જોવા મળતી નથી. જોકે સરકાર ખાનગી એજન્સી ઓ દ્વારા પણ કુપોષણની કામગીરી જિલ્લામાં કરવામાં આવી રહી છે. પરંતુ જિલ્લામાં કુપોષણ એક કલંક બની ગયો છે. શા માટે વિચારવા જેવું છે !!

હાલના આંકડાઓ જોઈએ તો નર્મદા જિલ્લામાં ૨૦૧૯-૨૦ના આંકડાઓ પ્રમાણે ૧૦ જેટલી માતાઓનું મરણ કુપોષણને કારણે થયું છે અને ૩૫૦ જેટલા બાળકોનું મૃત્યુ થયું છે. હવે નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનો રેસિયો રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા વધુ હોય એ પણ ગંભીર બાબત કહેવાય જેની સામે જિલ્લામાં આ એક વર્ષમાં જનની સુરક્ષા યોજના માટે ૨,૯૫૧,૯૦૦ રૂપિયા, બાલ સખા યોજના માટે ૯૭,૪૦,૦૦ રૂપિયા, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ૩૧,66,૯૦૦ રૂપિયા, ચિરંજીવી યોજના હેઠળ ૨,૫૪,૬૦૦ રૂપિયા કસ્તુરબા પોષણ સહાય યોજના હેઠળ ૧,૪૧,૪૪,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આથી વધુ કરોડો ચિલ્ડ્રન પાર્ક પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે.

ત્યારે હવે સૌથી વધુ જિલ્લાના બાળકોને આ પાર્ક બતાવવામાં આવે અને જેનાથી જાગૃતિ આવે એ પણ જરૂરી છે. અને કરોડોના ખર્ચ કરવા છંતા કુપોષણ કેમ તેના પર નર્મદા જિલ્લા તંત્રએ ગંભીર થવાની જરૂર છે. હવે જોવાનું એ રહ્યું તંત્ર કુપોષણ દુર કરવા કેવા નિર્ણય લેશે.