નવીન: ક્યારેક યુવાનો રસ્તા પર જતી અજાણી મહિલા પર મસ્તીમાં કોમેન્ટ મારતા હોય છે Hii ડાર્લિંગ.. પણ યુવાનો હવે આવી કહેતા પહેલાં ચેતજો કેમ કે ભારતીય દંડ સંહિતાની કલમ 354એ હેઠળ ડાર્લિંગ.. કોમેન્ટ યૌન ઉત્પીડનના દોષી માનવામાં આવશે અને તેને દંડ કે જેલમાં જવું પડી શકે છે.
હાઈકોર્ટની પોર્ટ બ્લેયર બેંચના જજ જસ્ટિસ જય સેનગુપ્તાએ કહ્યું કે, આરોપી નશામાં હોય કે પછી કોઈ પણ પરિસ્થિતિમાં તેણે કોઈ અજાણી મહિલાને ડાર્લિંગ કહી હોય તો પણ તેને યૌન ઉત્પીડનના દોષી માનવામાં આવશે. કલમ 354એ (એક મહિલાો લજ્જાભંગ) નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ ટિપ્પણી જાતીય ટિપ્પણી સમાન છે અને આ જોગવાઈ ગુનેગારને સજાને પાત્ર બનાવે છે. “શેરીમાં કોઈ અજાણી સ્ત્રી, અરે, એક પોલીસ કૉન્સ્ટેબલને પણ કોઈ પુરુષ ડાર્લિંગ કહીને સંબોધી શકતો નથી.
જસ્ટિસ સેનગુપ્તાએ કહ્યું, આપણો સમાજ તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ અજાણી મહિલાને ડાર્લિંગ કહેવાની મંજૂરી નથી આપતો. જાતીય સતામણીના કિસ્સામાં આરોપીને પાંચ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે.











