વિચારમંચ: સંસદના શિયાળુ સત્રનો સોમવારે 18 ડિસેમ્બરે 11મો દિવસ હતો. મોદી સરકારએ આજે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 રજૂ કર્યું. ટેલિકોમ બિલ 2023માં ભારત સરકાર પાસે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કોઈપણ અથવા તમામ ટેલિકોમ સર્વિસ અથવા નેટવર્કને સંભાળવાની, ચલાવવાની, પ્રતિબંધિત કરવાની અથવા સ્થગિત કરવાની સત્તા હશે.
ટેલિકોમ્યુનિકેશન બિલ, 2023માં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પબ્લિક સેફટી માટે અથવા જાહેર કટોકટીની સ્થિતિમાં કોઈપણ ટેલિકોમ્યુનિકેશન નેટવર્કનો અસ્થાયી કબજો લઈ શકે છે. પ્રસ્તાવિત કાયદો ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ 1885, ભારતીય વાયરલેસ ટેલિગ્રાફી અધિનિયમ 1933 અને ટેલિગ્રાફ તાર (ગેરકાયદેસર કબજો) અધિનિયમ, 1950ની જગ્યા લેશે. સરકારનો તારણ છે કે તેમાંથી કેટલાક કાયદા 138 વર્ષ જૂના છે. ટેલિકોમ્યુનિકેશનમાં ઝડપથી ઉભરી રહેલી ટેક્નોલોજીને જોતાં નવા કાયદાની જરૂર છે.
ટેલિકોમ્યુનિકેશન બિલ, 2023ના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે “આપત્તિ વ્યવસ્થાપન અથવા જાહેર સલામતીના હિતમાં કોઈપણ જાહેર કટોકટીની ઘટના પર, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કોઈપણ અધિકારી કોઈપણ પર ટેલિકોમ્યુનિકેશન સેવા અથવા દૂરસંચાર નેટવર્ક પર અસ્થાયી લઈ કરી શકે છે.
બિલમાં કહેવામાં આવ્યું છે કે માન્યતા પ્રાપ્ત મીડિયા કર્મીના સંદેશાઓ ત્યાં સુધી નહિ અટકાવવામાં આવે જ્યાં સુધી તેનું ટ્રાન્સમિશન નેશનલ સિક્યોરીટી ક્લોઝ હેઠળ પ્રતિબંધિત ન કરવામાં આવે. બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારથી માન્યતા પ્રાપ્ત મીડિયાકર્મીઓના ભારતમાં પ્રકાશિત થનાર પ્રેસ મેસેજને ત્યાં સુધી રોકવામાં નહિ આવે જ્યાં સુધી તેમના ટ્રાન્સમિશનને સબ-સેકશન (2)ના ક્લોઝ (A) હેઠળ પ્રતિબંધિત ન કરવામાં આવ્યા હોય.
બિલમાં કહેવાયું છે કે, “ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યના સંરક્ષણ અને સુરક્ષાના હિતમાં, કેન્દ્ર સરકાર કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓના વર્ગને અથવા કોઈપણ ટેલિકોમ ડિવાઇસથી કોઈપણ સંદેશને નિર્દેશિત કરી સહકે છે. સાથે જ ટેલિકોમ્યુનિકેશન ડિવાઇસના ક્લાસ, કોઈપણ ખાસ વિષયને સંબંધિત, કોઈપણ ટેલિકોમ્યુનિકેશન સર્વિસ અથવા ટેલિકોમ નેટવર્કના ટ્રાન્સમિશન માટે લાવવામાં આવેલ અથવા ટ્રાન્સમિટેડ અથવા મેળવેલ સંદેશ પ્રસારિત નહીં કાવ્યમાં આવે, ન તો તેને રોકવામાં આવી શકાશે.”