અનાવલ: વર્તમાન સમયમાં દિવસે સવારથી જ ગરમીનો અહેસાસ થવા લાગતો હોય છે ત્યારે ગતરોજ મહુવા તાલુકાના અનાવલના બજાર વિસ્તારમાં આવેલી એક ટેલરની દુકાનમાં આગ લાગવાથી  ઘણું નુકશાન થયાની ઘટના બનવા પામી છે.

જુઓ વિડીયો..

Decision News ને માહિતી આપતાં વિરલ પટેલ જણાવે છે કે મહુવા તાલુકાના અનાવલના બજાર વિસ્તારમાં આવેલી એક ટેલરની બંધ દુકાનમાં 11:00 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. આ આગની જ્વાળાઓ એટલી જ્વલંત હતી કે એમાં દુકાનમાં રહેલા હજારો રૂપિયાના કપડાં બળીને ખાખ થઇ ગયા હોવાની જાણકારી મળી છે.