વાંસદા: ગતરોજ શિકારની શોધખોળમાં નીકળેલો દીપડો વાંસદાના મનપુર ગામમાં એક કુવામાં આકસ્મિક રીતે પડી જતાં તેનું મોત થઇ ગયાની ઘટના સામે આવી છે. આ દીપડાને મૃતદેહને વનવિભાગ દ્વારા કબજો લેવામાં આવ્યો હતો અને તેના અંતિમવિધ કરવામાં આવી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ નદીના કોતરોમાં રહેવા અને ગ્રામ્ય રહેઠાણની વસાહતોમાંથી શિકાર મળી રહેવાના કારણે ટેવાઈ ચુકેલા શિકારી દીપડો ગતરોજ વાંસદાના મનપુર ગામમાં આવ્યો તો ખરો પણ તે ઊંડા કુવામાં પડી જતા તેનું મોત થઇ ગયું હતું આ આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃત દીપડાને કુવામાંથી બહાર કાઢી તેનો કબજો લીધો હતો અને ત્યાર બાદ તેનું PM કરી દીપડાના મૃતદેહને સળગાવી દીધો હતો.

નવસારી જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં દીપડાના શિકાર કર્યાની, માણસો અર હુમલો કર્યાની અને તેના આકસ્મિક મૃત્યુની ઘટનાઓ વધારે પ્રમાણમાં બહાર આવી રહી છે ત્યારે આ માટે લોકો વન વિભાગની તકેદારી પર સવાલો ઉભા કરી રહ્યા છે.