ગાંધીનગર: આજના વાત વાતમાં લડી પડતાં ધારાસભ્ય અને પગાર કે ભથ્થા વાહનભાડા, પરિવારને મળતી મેડીકલ સારવાર, મિટીંગ- સમારંભમાં થતા નાસ્તા, ભોજન, બસ કે રેલ્વેના પાસ, વિમાની મુસાફરી, ગાંધીનગરમાં મળતો 330 ચો.મિ.નો પ્લોટ માટે પોતાનો પક્ષ કે પાર્ટી ભૂલી એક જ પગંતમાં સાથે બેસી જતા ધારાસભ્યનું તો શું કહેવું..!

પણ Decision News તમને આજે એવા મહેન્દ્ર મશરૂ નામના ધારાસભ્યની વાત કરવા જઈ રહ્યું છે જેમણે 30 વર્ષ સુધી ધારાસભ્ય પદ ભોગવ્યું છતાં પગાર, ભથ્થા વાહનભાડા, પરિવારને મળતી મેડીકલ સારવાર, મિટીંગ- સમારંભમાં થતા નાસ્તા, ભોજન, બસ કે રેલ્વેના પાસ, વિમાની મુસાફરી, ગાંધીનગરમાં મળતો 330 ચો.મિ.નો પ્લોટ વગેરે કંઇ લીધું નથી ! બોલો..

એટલું જ નહિ કોર્પોરેશનના પ્રથમ મેયર બન્યા બાદ 2.5 વર્ષ સુધી ઓફિસમાં એસી પણ લગાવ્યું ન હતું. બાદમાં વિપક્ષી નેતા પદે 5 વર્ષ રહેવા છતાં કોઇ ભાડા, ભથ્થા લીધા નથી. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની કારર્કિદી અન્ય ધારાસભ્યો માટે પ્રેરણારૂપ છે એમ કહેવામાં કશું જ ખોટું નથી.