વાંસદા: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને સ્વચ્છતા થકી જન આંદોલન તરીકે યોજવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ વાંસદા તાલુકાના ખાંભલા ગામના પટેલ ફળિયા ખાતે .મહાત્મા ગાંધીના જન્મ દિને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગત અનુશાર વાંસદા તાલુકાના ખાંભલા ગામના પટેલ ફળિયા ખાતે મહિલાઓ દ્વારા મહાત્મા ગાંધીના જન્મ દિનમિતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યા ખાંભલા ગામના આંગણવાડી વર્કરો અને ઘણી બધી બહેનોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ને પટેલ ફળિયામાં આવેલી સંચાલિત દૂધ ડેરીની આસપાસમાં સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ સફાઈ અભિયાનમાં આંગણવાડી વર્કરો, યાકુબભાઈ, પ્રકાશભાઈ, સુરેશભાઇ,જયશિંગભાઈ, અશ્વિનભાઈ તેમજ મોટી સંખ્યામાં લોકો સફાઈ અભિયાનમાં જોડાયા હતા.