નસવાડી: ગતરોજ નસવાડી સરકારી બી.એડ.કોલેજમાં ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ઓન મેન્ટલ હેલ્થ નું આયોજન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી બી.એડ્ કોલેજ, નસવાડીમાં MINDS Foundation દ્વારા માનસિક સ્વાસ્થ્ય વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision news ને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શ્રી અમૂલ જોશી વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય વિશેની પી.પી. ટી.દ્વારા ઉદાહરણ સાથે સુંદર સમજૂતી આપી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ને માનસિક સ્વાસ્થ્ય એટલે શું? તેના લક્ષણો તેની અસરો વગેરે વિષયની ગહનતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના અધ્યાપકો તથા અલ્પેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સત્ર 3 ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે આચાર્ય પી.જે.જોષી દ્વારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. નસવાડી સરકારી બી.એડ્ કોલેજ અમૂલ જોષી સુંદર કાર્યક્રમ ને પ્રસ્તુત કરવા માટે બી.એડના વિધાર્થીઓએ આભાર કર્યો હતો.