કપરાડા: ગતરોજ જય આદિવાસી માહા સંઘ કપરાડા તાલુકા કાર્ય વાહિક સમિતિ મહિલા કોપરેટીવ બચત મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ શિંગાડેના નેજા હેઠળ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિનની ઉજવણીને આદિવાસી મહિલા કોપરેટીવ બચત બેંકનું ઉદઘાટનના ભાગ રૂપે આયોજન કરવામાં આવ્યું છે.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ કપરાડા તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં સભાસદનો વિશ્વાસજીતીને પ્રગતિના પંથ પર આગળ વધ્યા છે. અને તેમની સાથે દરેક સભાસદ બહેનોએ રોજિંદા બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકીને ઉપર કાપ મુકીને કરકસર કરીને માસિક બચતમાં વધારો કરીને મંડળીને કપરાડા સુધી લાવવામાં ખુબ મહેનત કરી છે. ગુજરાતના 7 જિલ્લાઓમાં વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, અને દાહોદમાં 14 શાખામાં 24 તાલુકાઓમાં 1091ગામડાઓમાંથી કુલ 14,773 બહેનો છે. અને તેમની કુલ બચત 82,56,257 અને કુલ શેર ભંડોળ 14,77,300 છે. કુલ ભંડોળ (97,33,557) છે. જેમાં કપરાડા તાલુકાના 146 ગામમાં કુલ 1200 સભાસદ બહેનો અને એમની કુલ બચત 4 ,00000 લાખ છે. શ્રી આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લી. ના તમામ સભાસદોન દ્વારા 13મી સપ્ટેમ્બર બુધવારના રોજ મંડળીનું ઉદ્ઘાટન સવારે 11:00 કલાકે કાનુની સહાય અને સામાજીક વિકાસ કેન્દ્ર SBI બેંકની બાજુમાં કપરાડા રાખવામાં આવ્યું છે.

રાજપીપળા સમાજ સેવા મંડળ સંચાલિત રજી.નં.:- REG/GNR/SE/(M)- 47716/ 2023 સ્થાપના 01/03/2023 આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લી.સેક્રેટરી કલ્પનાબેન જયરામભાઈ માહલા મુખ્ય પ્રયોજક ગીતાબેન ગમનભાઈ ભુંસારા દ્વારા સભાસદે સમયસર પધારવા આગ્રહ પુર્વક વિનંતી કરવામાં આવી હતી.