ધરમપુર: કરવડ થી ખાનપુર સુધી 22.5 કરોડનો રોડ ચોમાસા પહેલા બનવવામાં આવ્યો હતો અને ત્યારે મેં લેખિત માં બે વાર રજુઆત કરી હતી પરંતુ કોન્ટાક્ટર પર કોઈ કાર્યવાહી ન કરી જેના કારણે રસ્તા ની દયનિય હાલત થઈ ગઈ હોય સરકાર વાત કરે છે. નેશનલ 56 ની જમીજ સંપાદન કરવાની પરંતુ પહેલા જે 22.5 કરોડનો રોડ બનાવ્યો એના તો ઠેકાણા નથી.
જુઓ વિડીઓ…
Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ આજરોજ ધરમપુર ખાતે વાપી થી શામળાજી નેશનલ 56 પર કોન્ટ્રક્ટર દ્વાર 22.5 કરોડનો બનાવેલ રોડમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવાનાં કારણે અને માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના લીધે ગરીબ નીરદોષ લોકો આજે ફરી કરંજવેરી માન નદીના પુલ આગળ પડેલ ખાડાના કારણે અકસ્માતનો ભોગ બન્યા હતો. અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજા પોહોચતા 108 દ્ધારા નજીકની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ધરમપુર અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલએ જણાવ્યું કે જો તાત્કાલિક આ રોડ પર પડેલ ખાડા ને વૈકલ્પિક પુરાણ ન કર્યુ તો નેશનલ 56 વાપી થી શામળાજી રોડ બંધ કરવાની ફરજ પડે છે.











