વાંસદા: ગતરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન મદ્રેસા હાઈસ્કૂલ નવસારીમાં થયું હતું. જેનું જિલ્લા રમત-ગમત અધિકારીના તાબા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર કરાટે અન્ડર-14 મૈત્રી ધર્મેશ પટેલ ચઢાવ પ્રાથમિક શાળા અને અન્ડર-17 નિષ્ઠા ધર્મેશ પટેલ એ.બી. સ્કૂલ નવસારીમાં અભ્યાસ કરે છે. તેઓ અંતરિયાળ વિસ્તાર વાંસદા તાલુકાના ભીનાર ગામના વતની છે. જેમાં નિષ્ઠા ધર્મેશ પટેલે અન્ડર -17 કરાટેમાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ભીનાર ગામનું નામ રોશન કર્યું છે. અને નિષ્ઠા ધર્મેશ પટેલ હવે આગામી સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
તેમને કોચ પ્રથમ પટેલ અને સિયાન દીપક પટેલ દ્વારા કોચિંગ કરાવાયું હતું. એ.બી. સ્કૂલના આચાર્ય અને કોચ તરફથી બંને દીકરીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.











