ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ પત્ની મેલેનિયા પણ છુટાછેડા આપવા જઇ રહી છે. મેલેનિયા ટ્રમ્પ સાથેનો15 વર્ષ જૂનો સબંધ તોડવા જઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસના એક પૂર્વ સહયોગીએ દાવો કર્યો છે કે આ કપલ 15 વર્ષ જૂના લગ્નનું બંધન તોડવા જઇ રહ્યો છે અને મેલેનિયા ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાંથી બહાર આવતા જ છુટાછેડા આપી દેશે.
લંડનના ટેબલોઇડ ડેલી મેલના એક રિપોર્ટ અનુસાર, વ્હાઇટ હાઉસના પબ્લિક લાઇજન ઓફિસમાં કોમ્યુનિકેશનના પૂર્વ ડિરેક્ટર ઓમોરોસા મનિગાઉલ્ટ ન્યૂમેને આરોપ લગાવ્યો, “ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસમાં રહેતા મેલેનિયા એટલા માટે છુટાછેડા નહતા આપતા કારણ કે આ તે સમયે તેમનું અપમાનનો પ્રયાસ કરશે તો ટ્રમ્પ તેમને સજા આપવાનો રસ્તો શોધી લેશે.”
ન્યૂમેને ટ્રમ્પ સાથે સાર્વજનિક ઝઘડા બાદ ડિસેમ્બર 2017માં રાજીનામું આપી દીધુ હતું. મેલેનિયાના એક મિત્રએ કહ્યુ કે પતિના 2016માં ચૂંટણી જીત્યા બાદ તે રડવા લાગ્યા હતા કારણ કે તેમણે ક્યારેય તેની આશા નહતી. ન્યૂયોર્કથી વોશિંગ્ટન જવા માટે તેમણે પાંચ મહિના રાહ જોઇ હતી કારણ કે તેમના પુત્ર બૈરોને સ્કૂલનો અભ્યાસ પુરો કરવાનો હતો.
જોકે, અમેરિકાના ફેશન, એન્ટરટેઇનમેન્ટ એક્ઝીક્યુટિવ અને મેલેનિયાના પૂર્વ સલાહકાર સ્ટેફાની વોકઓફે કહ્યુ કે બૈરોનને સંપત્તિમાં બરાબરનો ભાગ આપવા માટે મેલેનિયા ટ્રમ્પ સાથે લગ્નેતર સમજૂતિ પર વાતચીત કરી રહી હતી. વોકઓફે એમ પણ કહ્યુ કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને મેલેનિયાના બેડરૂમ અલગ હતા અને બન્ને સમજૂતિપૂર્ણ લગ્નમાં હતા.
સાર્વજનિક રીતે અફવાઓ અને અટકળો વચ્ચે મેલેનિયા દાવો કરતી રહી છે કે તેના પતિ સાથે સારા સબંધ છે. ટ્રમ્પ પણ ભાર આપીને કહેતા રહ્યા છે કે તેમની પત્ની સાથએ ક્યારેય ઝઘડો નથી થતો. બીજી પત્ની મારલા મેપલ્સ સાથે લગ્ન પહેલા સમજૂતિ અનુસાર તે ડોનાલ્ડ ટ્રમ્પની ટિકા કરતુ કોઇ પુસ્તક પ્રકાશિત નથી કરાવી શકતા અથવા ના તો ઇન્ટરવ્યૂ આપી શકે છે. કહેવામાં આવે છે કે મેલેનિયાએ પણ આ રીતની સહમતિ આપી હતી.