રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી કે રાજેશ પોતાની સારી કામગીરીના કારણે સમગ્ર ભારત ઉપરાંત ગુજરાતમાં અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામોમાં સેવાભાવી કલેકટર તરીકે પોતાની નામના ઊભી કરી છે ત્યારે નાના વર્ગને પડતી મુસીબતને હંમેશા સુવિધામાં ફેરવવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ દ્વારા કરવામાં આવી રહ્યું છે

     જિલ્લા કલેક્ટરે અત્યાર સુધીમાં વિચરતી વિમુક્ત જાતિના અનેક પરિવારોને કે જેમના કોઈ રહેવા ના સરનામાં ન હતા તેમને ઘર મળી રહે તે હેતુથી અનેક પરિવારજનોને પોતીકા ઘર મળ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ પોતાનો માનવતાવાદી ના વધુ એક કાર્ય નો દાખલો ગઈકાલે પૂરો પડયા છે ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં એક દિવ્યાંગ વૃદ્ધ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. સામાન્ય રીતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીનો મુખ્ય કામ કલેકટર ઓફિસની બિલ્ડીંગના બીજા માળે છે અને જિલ્લા કલેકટરની ઓફિસ પણ બીજા માળે આવેલી છે. કોઈ જિલ્લાવાસીએ લેખિત રજૂઆત કલેકટર ઓફિસની બિલ્ડિંગમાંથી જવું પડે છે.

     આ સંજોગોમાં ગઇકાલે સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરીમાં એક દિવ્યાંગ રજૂઆત કરવા પહોંચ્યા આપ્યા આ દિવ્યાંગ વૃદ્ધને ચાલી ન શકતા હોવાના કારણે કલેક્ટર કચેરીમાં ઉપર ચડી શક્યા ન હતા આ બાબતની જાણ CCTV કેમેરા મારફતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશને થતા તાત્કાલિક પણે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશ પોતાની ઓફિસ છોડી અને આ દિવ્યાંગની મળવા પોહચી ગયા હતા. આ દિવ્યાંગ યોજના પ્રશ્ને સાંભળ્યો હતો. દિવ્યાંગ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી કે મુળીમાં પોતાના પરિવાર ઉપર હુમલો થયા બાબતે મૂડી પોલીસમાં પોલીસ ફરિયાદ દાખલ કરતા નથી.

      આ વૃદ્ધ દિવ્યાંગની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટર કે રાજેશ દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં ભરવા માટે અને આ બાબતનું તાત્કાલિક નિવારણ લાવવા માટે તરત જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા ને ટેલિફોનિક વાત કરી અને મૂડી પોલીસમાં આ વૃદ્ધ દિવ્યાંગ ની ફરિયાદ લઇ અને જે ઈસમો દ્વારા દિવ્યાંગ વૃદ્ધના પરીવારજનો ઉપર હુમલો કરાયો છે તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

     આ તમામ ઘટનાક્રમની પ્રક્રિયાઓ જોઈને રજૂઆત કરવા આવેલા વૃદ્ધની આંખોમાં અશ્રુ આવી જવા પામ્યા હતા કલેક્ટરના આટલી જવાબદારીના આટલા વ્યસ્ત સમય હોવા છતાં નાના વર્ગના પ્રશ્નોને સાંભળી અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનો નિકાલ કરવા જિલ્લા કલેક્ટર કે રાજેશ આ બાબતે તત્પર રહેતા વૃદ્ધ દ્વારા જિલ્લા કલેક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સલામ છે આવા લોકસેવક કલેક્ટરને..! એની નિર્ણય શક્તિને !