દેશમાં કે ગુજરાતની જેલમાં સજા ભોગવતા કેદીઓમાં ભાગ્યે જ કોઈ હશે કે જે જેલમાં રહીને પોતાના ભવિષ્યના જીવનને સુધારવા માટે શિક્ષણ મેળવતો હોય કે પછી એવી પ્રવૃત્તિ કરતો હોય કે જેને કારણે તેણે કરેલા ગુનાના કારણે નહીં, પરંતુ કરેલા કામને કારણે જાણવામાં આવે. આવી જ એક વ્યક્તિ અમદાવાદમાં રહે છે. ભાનુભાઈ પટેલ જેમને ૧૦ વર્ષની જેલ થઇ હતી, જેમાંથી ૮ વર્ષમાં તેમણે અભ્યાસ કરી ૩૧ ડિગ્રી મેળવી હતી. આ કારણે તેમને સામેથી સરકારી નોકરીની ઓફર આવી. તેમણે નોકરી સાથે વધુ ૨૩ ડિગ્રી મેળવી છે. તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, યુનિક વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, યુનિવર્સલ રેકોર્ડ ફોરમ, વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં તેમના નામનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
મૂળ ભાવનગરના મહુવા તાલુકાના ભાનુભાઈ પટેલ વર્ષોથી અમદાવાદમાં રહે છે. અહીંથી જ તેમણે બીજે મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવી હતી. વર્ષ ૧૯૯૨માં અમેરિકાના મેક્સિકોમાં મેડિકલ ડિગ્રી માટે ગયા હતા, જ્યાં તેમના એક મિત્રએ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં જોબ ચાલુ કરી અને પોતાનો પગાર ભાનુભાઈના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો. આમાં ભાનુભાઈ પર FERA કાયદાનું ઉલ્લંઘનનો કેસ થયો અને તેમને ૫૦ વર્ષની ઉંમરે અમદાવાદની મધ્યસ્થ જેલમાં ૧૦ વર્ષની સજા થઇ હતી. જેલની સજા દરમિયાન તેમણે જુદી જુદી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી પીજી ડિપ્લોમા, ડિપ્લોમા અને સર્ટિફિકેટનો અભ્યાસ શરૂ કર્યો. આમાંથી તેમણે કુલ ૩૧ ડિગ્રી હાસલ કરી હતી, જેના ભાગરૂપે વિશ્વભરના ૬ રેકોર્ડમાં પોતાનું સ્થાન તેમણે અંકિત કરાવ્યું છે.
દિવ્યભાસ્કરના રીપોર્ટ અનુસાર ભાનુભાઈ પટેલે જેલમાં ૭ વર્ષમાં ૩૧ ડિગ્રી મેળવવી એ એક વિશ્વ રેકોર્ડ છે. આજદિન સુધી કોઇપણ વ્યક્તિએ જેલમાં રહીને એકસાથે આટલી ડિગ્રી પ્રાપ્ત કરી નથી. જેલમાંથી છૂટ્યા બાદ મને સરકારી આંબેડકર યુનિવર્સિટીમાંથી જોબ માટે ઓફર કરવામાં આવી હતી. સૌથી મોટી વાત એ છે કે જે વ્યક્તિ જેલમાંથી છૂટે તેને સરકારી નોકરી ન મળી શકે, પરંતુ મને સામેથી નોકરીની ઓફર મળી હતી. મેં નોકરની સાથે મારો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો, જેમાં મેં ૫ વર્ષમાં વધુ ૨૩ ડિગ્રી મેળવી હતી. એટલે મેં કુલ ૧૨ વર્ષમાં ૫૦થી ૬૫ વર્ષની ઉંમર વચ્ચે કુલ ૫૪ ડિગ્રી મેળવી છે. આ વિષય પર મેં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં પુસ્તક પણ લખી પ્રકાશિત કર્યા છે.
વર્તમાન કોરોના મહામારી અને લોકડાઉનના સમયગાળામાં ભાનુભાઈ તેમના જેલના અનુભવ અને વિશ્વર રેકોર્ડ સુધીની તેમની અભ્યાસયાત્રા વિશે એક પ્રેરણાત્મક અને પ્રોત્સાહક પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખ્યાં છે. ગુજરાતી પુસ્તકનું નામ છે ‘જેલના સળિયા પાછળની સિદ્ધિ’ અને અંગ્રેજીમાં ‘BEHIND BARS AND BEYOND’ છે. ભાનુભાઈ ૧૩મી વિધાનસભા ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ સાથે જ ભાનુભાઈ વિશ્વની એવી પહેલી વ્યક્તિ છે, જેમણે જેલ સજા દરમિયાન સૌથી વધુ ડિગ્રીનો રેકોર્ડ મેળવ્યો છે. ભાનુભાઈ પટેલ હાલમાં ૬૫ વર્ષના છે અને તેમણે લગ્ન કર્યા નથી.
હાલમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એક રિપોર્ટ મુજબ જોઈએ તો ગુજરાતની જેલમાં અભણ કરતાં શિક્ષિત કેદીઓની સંખ્યા વધારે છે. ગ્રેજ્યુએટ, એન્જિનિયર, પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતના કેદીઓ અલગ-અલગ ગુનાઓની સજા ભોગવી રહ્યા છે. રાજ્યની જેલોમાં ૨૬૮ કેદી એવા છે જેઓ ગ્રેજ્યુએટ છે તેમજ ૧૦૮ કેદી પોસ્ટ ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે, સાથે જ ૯૭૯૯ કેદી અન્ડર ટ્રાયલ છે, જ્યારે ૫૧૭૯ કેદી ધો. ૧૦થી ઓછું ભણેલા છે. ધો. ૧૦થી વધુ અને ગ્રેજ્યુએશનથી ઓછું ભણેલા હોય તેવા ૧૬૩૧ કેદી જેલમાં છે. ૪૪૨ ગ્રેજ્યુએટ, ૧૫૦ જેટલા ટેક્નિકલ ડિગ્રી-ડિપ્લોમા, ૨૧૩ પોસ્ટ ગ્રેજ્યુએટ કેદી છે.
દેશના નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની જેલમાં અભણ કરતાં શિક્ષિત કેદીઓની સંખ્યા વધારે છે. ગ્રેજ્યુએટ, એન્જિનિયર, પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતના કેદીઓ અલગ-અલગ ગુનાઓની સજા ભોગવી રહ્યા છે. રાજ્યની જેલોમાં ૨૬૮ કેદી એવા છે જેઓ ગ્રેજ્યુએટ છે તેમજ ૧૦૮ કેદી પોસ્ટ ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે, સાથે જ ૯૭૯૯ કેદી અન્ડર ટ્રાયલ છે જ્યારે ૫૧૭૯ કેદી ધો. ૧૦થી ઓછું ભણેલા છે. ધો. ૧૦થી વધુ અને ગ્રેજ્યુએશનથી ઓછું ભણેલા હોય તેવા ૧૬૩૧ કેદી જેલમાં છે. ૪૪૨ ગ્રેજ્યુએટ- ૧૫૦ જેટલા ટેક્નિકલ ડિગ્રી-ડિપ્લોમા- ૨૧૩ પોસ્ટ ગ્રેજ્યુએટ કેદી છે. આ ખબરથી એક વાત તો સાબિતી આપે છે કે ‘ખરેખર અડગ મનના મુસાફિર હિમાલય પણ નડતો નથી’ પોતાના આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિથી પોતાની મંજિલ મેળવી જ લીધી છે ભાનુભાઈએ..