ડાંગ: ગતરોજ જિલ્લા કલેક્ટર ધર્મેદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ડાંગ દરબાર માટે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના વહીવટી અધિકારી સાથે ડાંગ જિલ્લાના ૫ રાજાઓ પણ હાજર રહયા અને આવનાર દિવાસોમાં યોજાનાર ડાંગ દરબાર વિષે પોતાના મંતવ્યો આપ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ 95 % આદિવાસી લોકો ધરાવતા ડાંગ જિલ્લામાં 2023 ના વર્ષમાં દર વર્ષની જેમ હોળીના તહેવારમાં ડાંગ દરબારનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આદિવાસી લોકો મેળાનો આનંદ માનવા ઉમટી પડતાં હોય છે. ડાંગ દરબારમાં ઉમડતી ભીડનું વાતાવરણ આહલાદક જોવા મળતું હોય છે. ડાંગ દરબાર સંદર્ભે મળેલી બેઠકમાં આયોજનની ચર્ચા વિચારણા અને રાજવી પરિવારોનું પોલિટિકલ પેન્સન સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ દંડક વિજયભાઇ પટેલ, અધિક નિવાસી કલેક્ટર પી.એ.ગાવીત, પ્રાંત અધિકારી એસ.ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાવિત, રાજવી (૧) કિરણસિંગ યશવંતરાવ ગાઢવી સ્ટેટ (૨) તપતરાવ આનંદરાવ દહેર સ્ટેટ (૩) છત્રસિંહ ભવરસિંહ લીંગા સ્ટેટ (૪) ધનરાજસિંહ ચંદ્રસિંહ વાસુર્ણા સ્ટેટ (૫) ત્રીકમરાવ સાહેબરાવ પીંપરી સ્ટેટ તેમજ આહવાના સરપંચ હરિચંદભાઇ, ઉપ સરપંચ હરિરામભાઇએ હાજરી આપાઈ હતી.