વિચારમંચ: અમૃત કૌરનો જન્મ ૨ ફેબ્રુઆરી૧૮૮૯ રોજ થયો હતો. તેમને લખનઉના ઉત્તરપ્રદેશમાં થયો હતો. ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા અને સહયોગ બદલ તેઓ ૧૯૪૭માં ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન તરીકે નિમાયા અને ૧૯૫૭ સુધી આ પદ પર રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, કૌર ભારતમાં અનેક આરોગ્ય વિષયક સુધારાની શરૂઆત કરી હતી. આરોગ્યક્ષેત્રેમાં તેમના યોગદાન અને મહિલા અધિકારોની હિમાયત માટે તેમને બહોળા પ્રમાણમાં યાદ કરવામાં આવે છે. તેઓ ભારતીય બંધારણના સભ્ય પણ હતા.

ઈંગ્લેન્ડથી પરત ફર્યા પછી અમૃત કૌર સ્વતંત્રતા ચળવળમાં જોડાઈ ગયા. તેમના પિતા ગોપાલ કૃષ્ણ ગોખલે સાહિતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેશના અગ્રણી નેતાઓ સાથે પરિચય ધરાવતા હતા. ૧૯૧૯માં મુંબઈખાતે મહાત્મા ગાંધી સાથેની મુલાકાત બાદ તેઓ તેમના વિચારોથી પ્રભાવિત થયા. જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના બાદ બ્રિટીશ સૈન્યેએ પંજાબના અમૃતસરમાં ૪૦૦ જેટલા શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની ગોળીઓ મારી હત્યા કરી નાખી. આ ઘટના બાદ તેઓ બ્રિટીશ રાજના પ્રખર આલોચક બન્યા. તેઓ ઔપચારિક રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ ગયા અને ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય યોગદાનની શરૂઆત સાથે સામાજીક સુધારણાના વિષયમાં ધ્યાન કેન્દ્રીત કર્યું.

અમૃત કૌર ૧૯૨૭માં અખિલ ભારતીય મહિલા પરિષદની સહસ્થાપના કરી હતી. બાદમાં તેઓ ૧૯૩૦માં તેના સચિવ અને ૧૯૩૩માં અધ્યક્ષ તરીકે નિયુક્તિ થયા. ૧૯૩૦માં મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની દાંડીકૂચમાં ભાગ લેવા બદલ તેમને બ્રિટીશ સત્તાધિકારીઓ દ્રારા જેલમાં રાખવામાં આવ્યા. ૧૯૩૪થી તેઓ ગાંધીજીના અંતેવાસી બન્યા અને કુલીનપૃષ્ઠભૂમિ હોવા છતાં કઠોર જીવનશૈલી અપનાવી.

તેમણે અખિલ ભારતીય મહિલા શિક્ષણ નિધિ સંધના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તે નવી દિલ્હીની લેડી ઈરવિન કોલેજની કાર્યપાલક સમિતિના સભ્ય હતા. તેમને ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે અનુક્રમે ૧૯૪૫ અને ૧૯૪૬માં લંડન અને પેરિસમાં યુનેસ્કો પરિષદોમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે અખિલ ભારતીય સ્પીનર્સ એસોસિએશનના ટ્રસ્ટી મંડળના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું.

સંસ્થાનવાદી શાસનથી ભારતની સ્વતંત્રતા બાદ અમૃત કૌર ભારતીય બંધારણ સભાના સભ્યપદે ઓગસ્ટ ૧૯૪૭માં નિમવામાં આવ્યા હતા.તેઓ મૌલિક અધિકારો અને અલ્પસંખ્યકો સંબંધિત ઉપસમિતિઓના સભ્ય પણ હતા. સ્વતંત્રતા બાદ અમૃત કૌર જવાહરલાલ નહેરુના વડપણ હેઠળના પહેલા મંત્રીમંડળનો હિસ્સો બન્યા. તેઓ કેબીનેટ કક્ષાના મંત્રી બનનારા પ્રથમ મહિલા હતા. તેમને સ્વાથ્ય મંત્રાલયની જવાબદારી સોપવામાં આવી હતી.૧૯૫૦માં તેઓ વિશ્વ સ્વાથ્ય સભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા.

૧૯૫૭થી ૧૯૬૪માં તેમના મૃત્યુ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. ૧૯૫૮ થી ૧૯૬૩ દરમિયાન દિલ્હી ખાતેના ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના આયુર્વીજ્ઞાન સંસ્થા , કેન્દ્રીય કુષ્ઠ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા અને સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ કોર્પોરેશન જેવી સંસ્થાના અધ્યક્ષપદે રહ્યા. ૬ ફેબ્રુઆરી ૧૯૬૪ના રોજ નવી દિલ્હી ખાતે તેમનું અવસાન થયું.