ગુજરાત: ગતરોજ કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે.

જેમાં 1 પાટીદાર, 1 અનુસૂચિત જાતિ, 1 કોળી સમાજ , 1 આહીર સમાજ, 1 નોન ગુજરાતી, 1 લઘુમતી અને 1 ક્ષત્રિય નેતાને કાર્યકારી પ્રમુખ બનાવાયા છે. ધારાસભ્ય લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને કાર્યકારી પ્રમુખ બનવવામાં આવ્યા છે. જો કે કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આ તમામ નેતાઓનનું કદ વધી ગયું છે.
ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં આ સૌથી મોટો સંગઠનાત્મક ફેરફાર કહેવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓની દિલ્લીમાં કોંગ્રેસ હાઈકમાન સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં 7 કાર્યકારી પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.











