મહુવા: આજરોજ મહુવા તાલુકા આદિવાસી પંચના નેજા હેઠળ મહુવા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા મામલતદારશ્રી મહુવા મારફત ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને 5 મુખ્ય માંગણીઓના મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ આવેદનપત્ર કરાયેલી પાંચ માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સાચા આદિવાસી સમાજને ન્યાય આપવામાં આવે એવી અપીલ સહ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી પણ આપવામાં આવી હતી તેની સઘળી તમામ પ્રકારની જવાબદારી સરકારની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.
માધુરી પાટિલના સુપ્રિમ કોર્ટનાં ચુકાદા મુજબ એ તમામ 64 વિધાર્થીઓની સામે 3 મહિનામાં કાયદેસર કાર્યવાહી પૂર્ણ કરી તેમનો પ્રવેશ રદ કરવાનો થાય છે. જે અંગે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય અને સાચાં આદિવાસી અધિકાર બચાવ સમિતિ, ગુજરાત રાજ્ય દ્વારા વારંવાર લેખિતમાં અને મૌખિક રજૂઆતો કરવા છતાં બોગસ આદિવાસી પ્રમાણપત્ર ધરાવનારને બચાવવા ઈરાદાપૂર્વક ગુજરાત સરકાર દ્વારા છેલ્લાં ચાર વર્ષથી પગલાં લેવામાં આવ્યા નથી. જેથી આ 64 નાં વિદ્યાર્થીઓની યાદીમાં નામ છે એમની સામે તાત્કાલિક પગલાં લઈ, શિક્ષાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાચા આદિવાસીઓને ન્યાય આપવા વિનંતી છે. જો સરકાર આ ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ 64 વિધાર્થીઓનો પ્રવેશ રદ ના કરે તો આ ખોટા પ્રમાણપત્રો ધરાવનારા વિધાર્થીઓ MBBSની ડિગ્રી આવતા વર્ષે લઈ લેશે. જેના માટે ગુજરાત સરકારનું વહીવટીતંત્ર જવાબદાર રહેશે.











