રાજ્યમાં વાહનોની સંખ્યા જેમ-જમે વધી રહી છે તેમ-તેમ રોડ અકસ્માતની ઘટનાઓની સંખ્યા પણ વધારો થઇ રહ્યો છે. એક વર્ષમાં રાજ્યમાં ૭૩૯૦ લોકએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. શહેરમાં ઝડપથી મંજિલના સ્થાન સુધી પહોંચવા વાહનોનો લોકો ઉપયોગ કરે છે. જેના કારણે વાહનોની સંખ્યા વધતા અકસ્માતની સંખ્યા વધી છે.
પણ આપણે એ સ્વીકારવું રહ્યું કે આ અસકસ્માતમાં લોકોની અને તંત્ર બંન્નેની બેદરકારી સામે આવી છે. જેના કારણે લોકોએ તેમનો જીવ ગુમાવ્યો. ગુજરાતમાં ૨૦૧૯માં રોડ પર ચાલતા કંસ્ટ્રક્શનના કામના કારણે દર એક અઠવાડિયામાં એવરેજ ૨ લોકો જીવ ગુમાવ્યો છે અને આંકડો ૨૦૧૮ની સરખામણીએ ૨૫ ટકા વધ્યો છે. તો બીજી બાજુ લોકોની બેદરકારીના કારણે હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરતા ૧ વર્ષમાં ૩૪૬૦ વ્યક્તિના અકસ્માતમાં મૃત્યુ થયા હતા.
આપણે છેલ્લા ચાર વર્ષન આંકડાવાર અકસ્માતના બનાવ અને તેનાથી થયેલ મોત પર નજર કરીયે તો વર્ષ ૨૦૧૬માં ૨૧૮૬૯ અકસ્માત થયા જેમાં ૮૧૩૬ લોકો મૃત્યુ પામ્યા છે જેને ટકાવારી પ્રમાણે જોઈએ તો ૩૭.૨ અકસ્માત થયા છે. ૨૦૧૭માં ૧૯૦૮૧ અકસ્માત થયા જેમાં ૭૨૮૯ લોકો મૃત્યુ પામ્યા છે. જેને ટકાવારી પ્રમાણે જોઈએ તો ૩૮.૨ અકસ્માત થયા છે. ૨૦૧૮માં ૧૮૭૬૯ અકસ્માત થયા જેમાં ૭૯૯૬ લોકો મૃત્યુ પામ્યા છે જેને ટકાવારી પ્રમાણે જોઈએ તો ૪૨.૬ અકસ્માત થયા છે ૨૦૧૯માં ૧૭૦૪૬ અકસ્માત થયા જેમાં ૭૩૯૦ લોકો મૃત્યુ પામ્યા છે જેને ટકાવારી પ્રમાણે જોઈએ તો ૪૩.૪ અકસ્માત થયા છે જોકે ૪ વર્ષમાં અકસ્માતના બનાવો ઘટાડો થયો છે. પણ તેની સામે અકસ્માતથી થતા મોતની સંખ્યા સતત વધી રહી છે. અને તેમાં ૨૦૧૬ની સરખામણીએ ૨૦૧૯માં ૬ ટકા વધારો થયો છે.
અકસ્માત થવાના કારણો અનેક છે. ક્યાંક ઝડપી પહોંચવાની ઉતાવળ તો ક્યાંક રોંગ સાઈડ ડ્રાંઇવિંગ સિગ્નલનું પાલન ના કરવું પણ અકસ્માત પાછળ જવાબદાર હોય છે. પણ સંદેશના કહેવા અનુસાર નવાઈની વાત તો એ છે સૌથી વધુ ટુ વ્હિલરના અકસ્માત થયા છે. અને અકસ્માત બાદ ૪૨ ટકા ટુ વ્હિલર ચાલકોને જીવ ગુમાવ્યો પડ્યો છે. દેશમાં થતા અકસ્માતમાં ગુજરાતનું સ્થાન ૧૦મું છે. પણ અકસ્માતના કારણે થતા મોતમાં ગુજરાતનો ક્રમ ૮મોં છે. હવે નિર્ણય આપણે લોવાનો છે કે આ આંકડોઓને ગુજરાતમાં ઘટાડવાનો છે કે વધારવાનો છે.