ચીખલી: વર્તમાનમાં સરકારી આંકડા અનુસાર 18000 વિદ્યાર્થીઓ મેડિકલનું ભણવા યુક્રેન ગયા છે જે હાલ એ દેશની લડાઈમાં ફસાયેલા છે અહીંયા થી ત્યાં શિક્ષણ કેટલાય ગણું સસ્તું છે આપણે ત્યાં મંદિર બનાયેગે કહેવા વાળાઓને યુનિવર્સિટી વાંચનાલય સારી ન્યાય વ્યવસ્થા બનાયેગે એવું કયારે મગજમાં આવશે એમ એક આદિજન પૂછે છે.
Decision Newsને આદિજન જણાવે છે કે જો અહીં વિકાસ થયો હોય તો બીજા દેશમાં જવાની જરૂર જ ન પડે મંદિરો પાછળ પૂતળા પાછળ અબજો રૂપિયા ખર્ચાઈ જાય છે શિક્ષણમાં કેમ ધ્યાન આપવામાં આવતું નથી રાજકારણ યા બધાને ભોટ અને ગવાર જ રાખવા માંગે છે. રામ મંદિર 5000 કરોડમાં બનશે ફાળો ૧૦,૦૦૦ કરોડનો કરશે એમાં સામાન્ય નાગરિકને શું મળશે તેના કરતા ત્યાં મોટી શિક્ષણ સંસ્થા મોટી હોસ્પિટલ બનાવ્યું હોત તો લોકોને વિદેશ જવાની જરૂર ન પડે સરકાર બધાને ઘેટા રાખવા માગે છે જેથી મત મળ્યા કરે રાજકારણીઓ જલસા કર્યા કરે.
નાગરિકોનું પેન્શન બંધ કરીને MLA / MP એ પોતાનું પેન્શન વધારી દીધું. નાગરિક પર એક ગુનો નોંધાયો હોય તો એને સરકારી નોકરી મળતી નથી. પણ રાજકારણી ના નામે 100 ગૂના સાબિત થયા હોય તો પણ જેલ માંથી ચૂંટણી લડીને મિનિસ્ટર બની શકે. નાગરિક પાંચ લાખ કમાય તો આવક વેરો ભરવો પડે… આવક ક્યાંથી આવી તે બતાવવું પડે. જયારે પાર્ટીઓને અબજો રૂપિયાનો ચૂંટણી ફાળો મળે છે તેનો હિસાબ નથી આપતા અને RTI ના દાયરા માંથી પણ બહાર કરી દીધું.
દેશમાં જાતિવાદ હળાહળ વ્યાપી ગયો છે. માસુમ બાળાઓ પર રોજેરોજ બળાત્કાર થાય છે અને મોટા ભાગના કિસ્સામાં મારી નાખવામાં આવે છે. એના માટે કડકમાં કડક કાયદા બનાવવાની જરૂર છે. ન્યાયાધીશોની લાખો જગ્યા ખાલી છે તે ભરવાની જરૂર છે. નાગરિકોને રોજગાર આપતી સરકારી કંપનીઓને વેચવાનું બંધ કરવાની જરૂર છે. રાજકારણમાં ચૂંટાયા પછી પક્ષપલટોના કરી શકાય એવો કાયદો લાવવાની જરૂર છે. અભણ અને ગમાર લોકો પ્રધાન બની જાય છે તે માટે કમ સે કમ સ્નાતક લાયકાત હોવી જોઈએ. દેશમાં બળાત્કારની એક જ વ્યાખ્યા હોવી જોઈએ. શાસક પક્ષ ના રાજ્યમાં અને વિરોધ પક્ષના રાજ્યમાં બળાત્કારની અલગ વ્યાખ્યા કરવામાં આવે છે. પીડિતાની જાતિ જોઈને બળાત્કારનો વિરોધ કરવામાં આવે છે.
સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, સરકારી દવાખાનામાં પૂરતા ડોક્ટરો નથી….દેશની સાચી સમસ્યા શિક્ષણ, ગરીબી, ભૂખમરો, આરોગ્ય, ધીમી ન્યાય પ્રક્રિયા, બળાત્કાર, બેંક ડિફોલ્ટરો. છે. જેના માટે તાકીદે પગલા ભરવાની જરૂર છે.
BY આદિજન











