ચીખલી: ગામનો વિકાસ કરવો એસ જ મુખ્ય ઉદ્દેશ સાથે જ્યારે ગામનો સરપંચ કાર્ય કરતો હોય તો ગામમાં વિકાસ થતા કોઈ અટકાવી નહિ શકે પછી એ કોઈ પણ પક્ષના કેમ ન હોય.. જેનું ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે સાદડવેલ ગામના સરપંચશ્રી…

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી સાલવેલ ગામના સરપંચશ્રીએ ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા શિક્ષણ શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં ગામની દરેક શાળાના શિક્ષકો, SMC સભ્યો વાલીઓ તેમજ સરપંચશ્રી ઉપ સરપંચશ્રી તથા સભ્યો હાજર રહ્યા.

ગામના સરપંચશ્રી જણાવે છે કે ગામનું શિક્ષણ કેવી રીતે શ્રેષ્ઠ ઉચ્ચ કોટીનું બનાવી શકાય તે બાબતે ગ્રામજનો તથા શિક્ષકો સાથે એક ચિતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકોએ અને ગ્રામજનોએ પોતપોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. શિક્ષકોનું કહેવું હતું કે તેમની નોકરીના ઇતિહાસમાં પહેલી આવી શિબિર ક્યારેય જોઈ ન હતી. આ શિબિર દ્વારા ઘણું શીખવાનું મળ્યું એમ જણાવી ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચનો પણ તેઓએ આભાર માન્યો હતો.