ગુજરાત: આજરોજ રાજ્ય સરકારનું બજેટ રજૂ થઇ રહ્યું છે ત્યારે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઇ માટે આ પહેલુ બજેટ હશે બજેટને લઇને નાણામંત્રી કનુ દેસાઈએ મહત્વનું નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યું કે આવનારું બજેટ નાગરિકોને રાહત આપનારુ રહેશે.
આ બજેટ મહિલાઓ, માછીમારો માટે સારુ રહેશે. જયારે ખેડૂતો, નોકરિયાત વર્ગ, યુવાનોને સારા સમાચાર આપનારું રહેશે. આ બજેટમાં નવી યોજના અને ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધિત યોજના જાહેર કરાશે. આ ઉપરાંત પણ ઘણા બધા વિષયો પર ગુજરાત સરકારની નજર રહેશે.
લોક્સંભાવના આ જોવાઈ રહી છે.. ખેડૂતો, શિક્ષણ, નાના ઉદ્યોગો, રોજગારી, શહેરી વિકાસ અને આરોગ્ય પર વિશેષ જાહેરાતો થઈ શકે છે. યુવાનો માટે લાભદાયી યોજનાઓ તો બીજી તરફ કોરોના કાળમાં મંદીમાં આવી ગયેલા ઉદ્યોગકારોને રિઝવવા માટે નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ફૂલગુલાબી વેરા વિનાનું પણ રાહતોથી ભરપૂર બજેટ ગુજરાત વાસીઓ માટે આવશે તેવા એંધાણ છે.











