આંખરે રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વિટ કરી દરેક મહિલાને પ્રવાસની પરવાનગી આપતા મહિલા પ્રવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. સવારે ૧૧થી બપોરે ૩ વાગ્યા સુધી અને સાંજે ૭ વાગ્યા પછી મહિલા પ્રવાસીઓની માત્ર ટિકીટ જ તપાસવામાં આવશે. જ્યારે બાકીના સમયગાળામાં મહિલા પ્રવાસીઓના ક્યુઆર કોડ પણ તપાસાશે. જ્યારે પુરુષ પ્રવાસીઓના ક્યુઆર કોડ આખો દિવસ તપાસવામાં આવશે તેવી સ્પષ્ટતા રેલવેે કરી છે. જો આ નિયમનો ભંગ થશે તો તે પ્રવાસી વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ પણ રેલવેે આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલના દરવાજા ૨૨મી માર્ચતી સામાન્ય નાગરિકો માટે બંધ કરાયા હતા. હાલ દોડતી લોકલમાં માત્ર અતિઆવશ્યક સેવાના કર્મચારીઓને જ પ્રવાસની પરવાનગી છે. સાત મહિના બાદ લોકલમાં પ્રવાસની પરવાનગી મળતા મહિલાવર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે.