છોટાઉદેપુર: રમત-ગમત ક્ષેત્રે છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી દીકરીઓએ ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરીને જિલ્લા અને સમાજનું નામ રોશન કર્યું છે. રાજકોટ ખાતે યોજાયેલી હોકી સબ-જુનિયર અસ્મિતા નેશનલ લીગ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાની બે હોનહાર ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની મદદથી તેમની ટીમ બીજા ક્રમે રહી હતી.
આ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાના કટારવાટ ગામની ઉર્મિલાબેન નારસિંગભાઈ રાઠવા અને માણકા (ગાબડીયા) ગામની પ્રીતિ મુકેશભાઈ રાઠવાએ હોકી મેદાન પર શાનદાર રમત દાખવી હતી. બંને ખેલાડીઓના મહત્વપૂર્ણ યોગદાન થકી તેમની ટીમે ટુર્નામેન્ટમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને પોતાના ગામ, છોટાઉદેપુર જિલ્લા તેમજ સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધારનાર બંને દીકરીઓને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.











