વાંસદા: ITI બીલીમોરા ખાતે “સેવાના રંગ રાષ્ટ્રના સંગ” થીમ અંતર્ગત નવસારી જિલ્લા કક્ષાની નોડલ રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ITI વાંસદાના તાલીમાર્થીઓએ પોતાની કલા અને સર્જનાત્મકતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લામાં બીજો રેન્ક પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે.
સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વાંસદા ITI ની ટીમમાં આયુષિ કમલેશભાઈ ગાવિત, ખુશાલી મહેન્દ્રભાઈ વળવી, તૃપ્તિ જીગ્નેશભાઈ રાવત, પ્રભાવતી દિનેશભાઈ ભોયે, દ્રષ્ટિકુમારી વિજયભાઈ પટેલ, વિરાંગીબેન ઘનશ્યામભાઈ પટેલ, મહિમાકુમારી સન્મુખભાઈ ભોયા, અમીષાબેન પ્રકાશભાઈ પટેલ અને સંધ્યા જયંતભાઈ ગાંગોડાનો સમાવેશ થાય છે. આ સફળતા મેળવવા માટે તાલીમાર્થીઓને માર્ગદર્શક ફોરમેન ઈન્સ્ટ્રક્ટર સંજયભાઈ પટેલ તેમજ ટીમ લીડર્સ નિશા રાણા અને પીનાબેન તરફથી ઉત્કૃષ્ટ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.
નોડલ કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધારવા બદલ ITI વાંસદાના આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ પરિવાર તેમજ સમસ્ત આદિવાસી સમાજના યુથ લીડર અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે વિજેતા તાલીમાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.











