વ્યારા: વ્યારા તાલુકાથી મહારાષ્ટ્રના નવાપુર વચ્ચે રેલવે લાઇન માટે વીજળી સબ સ્ટેશન ઊભું કરવાના જેટકો (JETCO)ના પ્રોજેક્ટ સામે સ્થાનિક આદિવાસી ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. અસરગ્રસ્ત ગામોના લોકોએ તાપી કલેક્ટર સમક્ષ બીજી વખત લેખિત રજૂઆત કરીને જમીન સંપાદનની આ કામગીરી તુરંત જ રદ કરવાની વિનંતી કરી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ પ્રોજેક્ટની મુખ્ય વિગતો અને અસરગ્રસ્ત વિસ્તારો વિરપુરથી નવાપુર વચ્ચે આશરે 36.66 કિલોમીટરના વિસ્તારમાં આ વીજ સબ સ્ટેશન સ્થાપવાનું આયોજન છે. અસરગ્રસ્ત ગામો: ચોરવાડ, ગાયવાડા, ડોસવાડા, દેવલપાડા, ખરસી, કાકડકુવા, ઘાંચીકુવા, રૂપવાડા, ટોકરવા, રાણીઆંબા, નાના બંધરપાડા, ખાંજર, ચાપલધરા, ચાંપાવાડી, ગ્યાસવાર, જામકી, કટાસવાણ, સાકરદા અને વડપાડા.

આદિવાસી ગ્રામજનોનું કહેવું છે કે આ જમીન સંપાદનથી તેમની આજીવિકા અને ખેતીની જમીન પર સીધી અસર પડશે, જેના કારણે તેઓ આ કામગીરીનો સખત વિરોધ કરી રહ્યા છે. અમારી જમીન અમારાથી નહિ છીનવો અમે કહીના નહિ રહીએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here