વલસાડ: ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 6 લોકોના મોત અને 33થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ઘટનાના વિરોધમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી હતી.
વલસાડ જિલ્લા કોંગ્રેસનું કહેવું હતું કે ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર નિષ્ફળતાના આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે અને દારૂ-ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. વલસાડ જિલ્લામાંથી પસાર થતી ટ્રેનો અને અન્ય માર્ગો પરથી દારૂનો જથ્થો સરળતાથી ઘૂસાડવામાં આવી રહ્યો છે.
Decision News એ સ્થળ પર લીધેલી મુલાકાત દરમિયાન જોયું કે વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ “ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે” અને “ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કેમ નહીં ?” જેવા વિરોધ દર્શાવતા બેનરો સાથે નારા લગાવ્યા હતા. કોંગ્રેસ નેતાઓએ ચીમકી આપી હતી કે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં નહીં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવાશે નહીં, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર થશે.











