માંડવી: ભાવનગર જિલ્લાના ખરકડી ગામે બનેલી કથિત નકલી દારૂ અથવા મિથેનોલ કાંડની ગંભીર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા માંડવીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદનપત્ર મારફતે સમગ્ર દુર્ઘટનાની તાત્કાલિક, નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર માગ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે અને 40 થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમ આદમી પાર્ટીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને નકલી દારૂ બનાવવામાં વપરાયેલા મિથેનોલનો મૂળ સ્ત્રોત, તેની સપ્લાય ચેન તેમજ ગેરકાયદેસર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવાની રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં મુખ્યત્વે મિથેનોલ ક્યાંથી આવ્યું અને કોના દ્વારા સપ્લાય કરવામાં આવ્યું તેની કડક તપાસ કરી, સપ્લાયરથી લઈને વેચાણ કરનાર તમામ ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા સેક્રેટરી વિજય પટેલ અને પ્રદેશ સેક્રેટરી અખિલ ચૌધરી સહિત અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ હોદ્દેદારોએ સરકાર સમક્ષ માગ કરી હતી કે જવાબદારો સામે દાખલારૂપ પગલાં ભરવામાં આવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here